બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટેકાના ભાવને લઈ આવ્યા સૌથી મહત્વના સમાચાર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

ગાંધીનગર / ટેકાના ભાવને લઈ આવ્યા સૌથી મહત્વના સમાચાર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

Vishal Khamar

Last Updated: 03:43 PM, 31 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે 1 લી નવેમ્બરથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થનાર હતી. જે ખરીદી પ્રક્રિયા જણસ પલરી ગઈ હોવાથી રદ્દ કરવામાં આવી છે.

રાજ્યમાં આવતીકાલે એટલે કે 1લી નવેમ્બરથી શરૂ થનારી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાલ માટે રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને અનેક વિસ્તારોમાં મગફળી સહિતના પાકોને થયેલાં નુકસાનને પગલે સરકારને આ નિર્ણય લેવાનો આવ્યો છે.

વરસાદને કારણે ખેડૂતની જણસ ભીંજાઈ અને પલળી જતાં ખરીદી પ્રક્રિયા શરૂ કરવી શક્ય નથી રહી. મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

સરકારે અગાઉ મગફળી, અડદ, સોયાબીન અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી અને તેના માટે ખેડૂતોએ મોટા પ્રમાણમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

રજિસ્ટ્રેશનના આંકડા નીચે મુજબ છે:

મગફળી વેચવા માટે : 9.32 લાખથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન

સોયાબીન વેચવા માટે : 73 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન

અડદ વેચવા માટે : 6100 જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન

મગ વેચવા માટે : 1935 ખેડૂતોનું રજિસ્ટ્રેશન

હાલમાં કમોસમી વરસાદને કારણે મગફળી તથા અન્ય પાક પલળી જતાં ખરીદીની શરૂઆતમાં અવરોધ ઉભા થયા છે. સરકાર હવે હવામાનની સ્થિતિ અને પાકની ગુણવત્તા તપાસીને નવી તારીખ જાહેર કરશે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

ખેડૂતોમાં હાલ ખરીદી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવતા નિરાશા સાથે અસ્પષ્ટતા પણ જોવા મળી રહી છે, કારણ કે મોટાભાગના ખેડૂતો પોતાની ઉપજ વેચવા માટે તૈયાર હતા.

આ પણ વાંચોઃ શું 1 નવેમ્બરથી કાર્ડધારકોને રાશન નહીં મળે? દુકાનદારોની હડતાળ વચ્ચે સરકારનું મોટું એલાન

1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ નહી થાય

ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ નહી થાય જે મામલે કૃષિ અધિક મુખ્ય સચિવ અંજુ શર્માvtv News સાથે ટેલિફોનિક વાતચીત દરમ્યાન નિવેદન આપ્યું હતું કે, વરસાદના કારણે હાલ પુરતી ખરીદી પ્રક્રિયા સ્થગિત કરાઈ છે. મગફળી ખરીદી અંગેની તારીખો હવે પછી જાહેર કરાશે. 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થવાની હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kharif crops purchase of Kharif crops at support price Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ