બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Punjab's Kagiso Rabada breaks Lasith Malinga's record, becomes fastest bowler to 100 wickets in IPL

IPL 2023 / પંજાબના આ પ્લેયરે તોડ્યો લસિથ મલિંગાનો રેકોર્ડ, બન્યો IPLમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ફાસ્ટ બોલર

Megha

Last Updated: 09:12 AM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલની લીધેલ વિકેટ બાદ રબાડા આઈપીએલમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો બોલર બની ગયો છે તેને 64 મેચમાં પોતાની 100 વિકેટ પૂરી કરી છે.

  • IPL નો અત્યાર સુધીનો એક મોટો રેકોર્ડ તૂટી ગયો
  • રબાડા આઈપીએલમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો બોલર બની ગયો
  • રબાડાએ લસિથ મલિંગાને પાછળ છોડી દીધો

IPL નો અત્યાર સુધીનો એક મોટો રેકોર્ડ તૂટી ગયો છે. જણાવી દઈએ કેઆ કમાલ IPL 2023 ની 18મી મેચમાં થયો હતો જેમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો આમને સામને હતી. આ મેચમાં ગુજરાતે પંજાબને એક બોલ પહેલા 6 વિકેટે હરાવ્યું હતું. ગઇકાલની આ મેચમાં પંજાબ કિંગ્સની બેટિંગ અને બોલિંગ બંને ફ્લોપ રહી હતી જો કે આ દરમિયાન પંજાબના બોલર કાગીસો રબાડાએ IPLનો મોટો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે.

જણાવી દઈએ કે રબાડાએ ગુજરાતના વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાની વિકેટ લીધી હતી અને આ સાથે જ તેની આઈપીએલમાં 100 વિકેટ પણ પૂરી થઈ ગઈ છે. ગઇકાલની લીધેલ વિકેટ બાદ રબાડા આઈપીએલમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો બોલર બની ગયો છે. નોંધનીય છે કે 64 મેચમાં પોતાની 100 વિકેટ પૂરી કરી. આ સાથે જ રબાડાએ લસિથ મલિંગાને પાછળ છોડી દીધો છે.

મહત્વનું છે કે મલિંગાએ 70 મેચમાં 100 વિકેટ લીધી હતી અને તેને આ કમાલ 2013 માં કર્યો હતો. જો કે હવે 10 વર્ષ બાદ તેનો રેકોર્ડ તૂટી ગયો છે. જણાવી દઈએ કે રબાડા માત્ર મેચોની દ્રષ્ટિએ જ સૌથી ઝડપી 100 વિકેટો સુધી નથી પંહોચ્યો પણ તે બોલની ગણતરી એ પણ સૌથી આગળ છે. રાબડાએ વિકેટ લેવા માટે ઓછામાં ઓછી 1438 બોલનો ઉપયોગ કર્યો છે. આ સિવાય ડ્વેન બ્રાવો સૌથી ઓછા બોલમાં આઈપીએલની 100 વિકેટ લેનારો બીજો બોલર છે . બ્રાવોએ 1619 બોલમાં 100 વિકેટ લીધી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ