બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Punjab Fateh Rally: BJP's goal is to create new Punjab, says PM Narendra Modi

ચૂંટણી રણ 2022 / સુરક્ષા ચૂક બાદ PM મોદીએ પંજાબ મુલાકાતને લઈને કર્યું આ એલાન, મતદાતાઓને સંબોધતા શું કહ્યું જુઓ

Hiralal

Last Updated: 06:55 PM, 8 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ આજે ફતેહ રેલી દ્વારા ફતેહગઢ સાહિબ અને લુધિયાણાના મતદારોને સંબોધન કર્યું હતું.

  • પ્રધાનમંત્રી મોદીએ આજે પંજાબના મતદાતાઓને સંબોધન કર્યું
  • પંજાબ મુલાકાતને લઈને પીએમ મોદીની જાહેરાત
  • કહ્યું, જલદીથી તમને મળવા આવું છું.
  • સુરક્ષામાં ચૂક બાદ પીએમને પંજાબની મુલાકાત ટૂંકાવવી પડી હતી 

ફતેહગઢ સાહિબ અને લુધિયાણાના મતદારોને સંબોધિત કરતા પીએમ મોદીએ તેમની પંજાબ મુલાકાતને લઈને મોટી જાહેરાત કરી. મોદીએ કહ્યું કે ટૂંક સમયમાં પંજાબની મુલાકાતે આવી રહ્યો છું અને તમને (મતદાતાઓ)ને મળવાનો છું. પંજાબમાં સુરક્ષા ચૂક બાદ પીએમ મોદીએ આ જાહેરાત કરી છે. આ પહેલા પંજાબમાં પીએમની સુરક્ષામાં ચૂકનો કેસ બન્યો હતો. પંજાબમાં કેટલાક લોકોએ પીએમનો કાફલો રોક્યો હતો અને તેને કારણે પ્રધાનમંત્રીએ ફિરોજપુરની રેલીને સંબોધન કર્યા વગર પાછા દિલ્હી આવવું પડ્યું હતું. 

પીએમ મોદીએ ફતેહગઢ સાહિબ અને લુધિયાણાના મતદારોને સંબોધન કર્યું
પીએમ નરેન્દ્ર મોદીએ ફતેહ રેલી દ્વારા ફતેહગઢ સાહિબ અને લુધિયાણાના મતદારોને સંબોધન કર્યું હતું. "દેશની રક્ષાને ટોચ પર મૂકવી, દેશને ટોચ પર મૂકવો, તે પંજાબની ઓળખ રહી છે. એનડીએની પરંપરા રહી છે કે તે હંમેશા દેશભક્તોની સાથે ઉભો રહે છે, દરેક ક્ષણે તેમના સન્માનની રક્ષા કરે છે.
કેટલાક લોકો હંમેશા શીખ પરંપરાનો વિરોધ કરતા જોવા મળશે, ભાજપ હંમેશા શીખ પરંપરાની સાથે ઉભો રહ્યો છે. કેટલાક લોકો માટે પંજાબ માત્ર સત્તાનું સાધન રહ્યું છે, અમારા માટે ગુરુ પરંપરાનું માધ્યમ છે, પંજાબીઓ માટે સેવાનું અને આતિથ્ય-સત્કારનું માધ્યમ છે. 

એનડીએ પાસે નવા પંજાબનું વિઝન

પીએમ મોદીએ કહ્યું કે  એનડીએ પાસે નવા પંજાબનું વિઝન છે અને તેની પાસે કામનો ટ્રેક રેકોર્ડ પણ છે. કેન્દ્ર સરકારની મદદથી અમૃતસર, પંજાબ અને ભટિંડામાં એઇમ્સમાં આઇઆઇએમની રચના કરવામાં આવી છે. દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે પણ પંજાબના અનેક જિલ્લાઓમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ-વેના ખર્ચમાંથી લગભગ 40 હજાર કરોડ રૂપિયા માત્ર પંજાબમાં જ થવા જઈ રહ્યા છે. 

પીએમ મોદીએ ખેડૂતો વિશે શું કહ્યું

ખેડૂતો વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, "પંજાબની ખેતીએ હંમેશા ભારતને તાકાત આપી છે. પરંતુ પંજાબમાં વર્ષોથી સત્તા પર રહેલા પક્ષોએ પંજાબના ખેડૂતોને શું આપ્યું? આ પક્ષો પાસે પંજાબના ખેડૂતને દેવામાંથી, ઉજ્જડ જમીનમાંથી, પીવાના પાણીથી મુક્ત કરવા માટે કોઈ રોડમેપ નથી જે તેમને કેન્સર આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ