બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / PSI ભરતીની પસંદગી યાદી જાહેર, 472 ઉમેદવારોના નામ, 95 વેઈટીંગ લિસ્ટમાં, 1 લાખથી વધુએ આપી લેખિત પરીક્ષા

કરિયર / PSI ભરતીની પસંદગી યાદી જાહેર, 472 ઉમેદવારોના નામ, 95 વેઈટીંગ લિસ્ટમાં, 1 લાખથી વધુએ આપી લેખિત પરીક્ષા

Nirav Kumar

Last Updated: 12:00 AM, 24 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર(PSI)નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 472 ઉમેદવારોના નામ છે. જેમાં અમુકનું વેરીફીકેશન કામગીરી બાકી છે.

ગુજરાત પોલીસ ભરતીની PSIની પરીક્ષા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાહેરાત ક્રમાંક GPRB/202324/1ની લેવાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર(PSI)નું મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. આ ભરતી 13 એપ્રિલ 2025ના લેવાઈ હતી. આ ભરતી 472  જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એમાં હવે પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું કર્યુ છે.

પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું કટઓફ

PSI (1)

આ નોટિફિકેશનમાં એમ પણ જણાવાયું છે કે, જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાાં SC, ST અને SEBC ના કિસ્સામાં વેરીફીકેશન કામગીરી ચાલી રહી છે. આ સિવાય અમુક ઉમેદવારોનું વેરીફીકેશન બાકી છે.

કેટેગરીવાઈઝ કટઓફ

PSI (3)

વધુ વાંચો : ગુજરાત કેડરમાં IASની જગ્યામાં 15નો ઉમેરો, જગ્યાની સંખ્યા 313થી વધીને 328 થઈ, લોકોના ઝડપી બનશે કામ

આ PSIની ભરતી પ્રક્રિયામાં પહેલા પેપર 1 એટલે કે પાર્ટ-A અને પાર્ટ-Bની પરીક્ષામાં ક્વોલિફાઈડ થયેલા અને પેપર-2માં હાજર રહેલા કુલ 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કર્યા હતા. આજે ભરતી બોર્ડે જાહેર કરેલા બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ 472 ઉમેદવારો સિલેક્ટ થયા છે. જ્યારે 95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમે વધુ માહિતી માટે  gprb.gujarat.gov.in પર જઈ શકો છો. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PSI Exam Merit List Police Sub Inspector
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ