બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Protests erupted over the Pathan film in Gujarat

દેખાવો / ગુજરાતમાં પઠાણ ફિલ્મનો જોરદાર વિરોધ, અમદાવાદના આલ્ફા વન મોલમાં ભારે તોડફોડ

Dinesh

Last Updated: 10:45 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પઠાણ ફિલ્મને લઈ વિરોધના શૂર ઉઠ્યા; અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત આલ્ફા વન મોલ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ફિલ્મનો વિરોધ કર્યો છે

  • ગુજરાતમાં પઠાણ ફિલ્મને લઈ વિરોધના શૂર ઉઠ્યા
  • અમદાવાદના આલ્ફા વન મોલ ખાતે ફિલ્મનો ઉગ્ર વિરોધ
  • સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ


ગુજરાતમાં પઠાણ મૂવીને લઈ વિરોધના શૂર ઉઠ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત આલ્ફા વન મોલ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ફિલ્મનો વિરોધ કર્યો છે. જેમણે પઠાણ ફિલ્મના હિરો શાહરૂખ સહિત કેટલાક અભિનેતાઓની તસવીરોને નુકસાન કર્યું અને તોડફોડ કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ફિલ્મ રિલિઝ થશે તો ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે.

પઠાણ ફિલ્મનો અમદાવાદમાં વિરોધ
પાપ્ત માહિતી અનુસાર આલ્ફા વન મોલ ખાતે પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ જાવો મળ્યો હતો અને તે વિરોધ જોઈ ત્યાં ઉભેલા નાગરિકો પણ ગભરાઈ ગયા હતાં. વિગતો અનુસાર, વાયરલ વીડિયોના આધારે પોલીસે સમગ્ર બાબતની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ફિલ્મના વિરોધના ઉગ્રના પડઘા પડ્યાં છે.    

અગાઉ રાજભા ગઢવી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો
રાજ્યમાં લોકગાયક રાજભા ગઢવી દ્વારા ફિલ્મ 'પઠાણ'નો વિરોધ કરવામાં આવ્યો હતો. બોલિવૂડ ફિલ્મ પઠાણનો રાજકોટમાં વિરોધ શરૂ ઉઠ્યો હતો, ત્યારે આ અંગે રાજભા ગઢવીનું કહેવું હતું કે, ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે. ફિલ્મ પર સેન્સર બોર્ડ પગલા લે. પઠાણ ફિલ્મ રિલીઝ ન થવું જોઈએ. અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ.'

ઈન્દ્રભારતી બાપુએ  વિરોધ કર્યો હતો
જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ પઠાણ ફિલ્મને લઈ વિરોધ કર્યો હતો. ઈન્દ્રભારતી બાપુએ ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવાની  માગણી કરી હતી. ઈન્દ્રભારતી બાપુનો મહારાષ્ટ્ર સરકારને અપીલ કરતો પણ વીડિયો વાયરલ પણ થયો હતો. તેમણે કહ્યું કે, આ ફિલ્મ રિલિઝ થવી ન જોઈએ અને જો ફિલ્મ નહી તો આવા દ્રશ્યો ફિલ્મ માંથી દૂર કરવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ