બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / તમારા આધારને ચોરોથી બચાવો! જાણો બાયોમેટ્રિક માહિતી લોક કરવાની સરળ રીત

તમારા કામનું / તમારા આધારને ચોરોથી બચાવો! જાણો બાયોમેટ્રિક માહિતી લોક કરવાની સરળ રીત

Last Updated: 04:05 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારી ફિંગરપ્રિન્ટ, આંખનું સ્કેન અને ચહેરાની ઓળખ જેવી માહિતી હોય છે.

આધાર નંબર જેવી વ્યક્તિગત માહિતી ડાર્ક વેબ પર વેચાઈ રહી હોવાના સમાચારો તાજેતરમાં આવ્યા હતા. જેને પગલે તમારી આધાર બાયોમેટ્રિક માહિતીને સુરક્ષિત રાખવી જરૂરી છે. આધાર બાયોમેટ્રિક ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તેના વિશે જાણીએ.

આધાર કાર્ડની વિશેષતા એ છે કે તેમાં તમારી ફિંગરપ્રિન્ટ, આંખનું સ્કેન અને ચહેરાની ઓળખ જેવી માહિતી હોય છે. જો આ માહિતી કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તે તેનો દુરુપયોગ કરી શકે છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે આધાર નંબર જેવી વ્યક્તિગત માહિતી ડાર્ક વેબ પર વેચાઈ રહી છે. તેથી એ મહત્વનું છે કે તમે તમારી આધાર બાયોમેટ્રિક માહિતીને સુરક્ષિત રાખો.

આધાર બાયોમેટ્રિક માહિતી કેવી રીતે સુરક્ષિત કરવી?

આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI તમને એક ખાસ સુવિધા આપે છે. તમે ઇચ્છો ત્યાં સુધી તમારી બાયોમેટ્રિક માહિતીને લોક કરી શકો છો. જ્યાં સુધી તમે તેને ફરીથી અનલૉક નહીં કરો ત્યાં સુધી કોઈ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

આધાર બાયોમેટ્રિક્સને લોક કરવાના ફાયદા

આધાર બાયોમેટ્રિક્સને લૉક કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે તમારી બાયોમેટ્રિક માહિતી લૉક થઈ જાય છે, ત્યારે કોઈ તમારી ફિંગરપ્રિન્ટ, આંખનું સ્કૅન અથવા ચહેરાની ઓળખ ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં. જો કે આધાર વેરિફિકેશન માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે જેથી તમારું આધાર વેરિફિકેશન થઈ શકે.

વધુ વાંચોઃ અમેરિકા બાદ ભારતમાં લોન્ચ થઈ Google Wallet એપ, જાણો ગૂગલ પેથી કેટલી અલગ

આધાર બાયોમેટ્રિક માહિતીને લોક કરવાની રીત

  1. UIDAI વેબસાઇટની મુલાકાત લો અથવા તમારા મોબાઇલ ફોન પર mAadhaar એપ ડાઉનલોડ કરો.
  2. તમારો આધાર નંબર અને OTP દાખલ કરીને લોગ ઇન કરો.
  3. અહીં "માય આધાર" વિભાગમાં, "લોક/અનલૉક બાયોમેટ્રિક્સ" વિકલ્પ શોધો.
  4. તમારી ઓળખ ચકાસવા માટે તમારો આધાર નંબર અને OTP ફરીથી દાખલ કરો.
  5. તમારી આધાર બાયોમેટ્રિક માહિતીને સુરક્ષિત રાખવા માટે "લોક બાયોમેટ્રિક્સ" વિકલ્પ પસંદ કરો.
  6. એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી, તમને એક પુષ્ટિકરણ સંદેશ મળશે જે તમને જણાવશે કે તમારી બાયોમેટ્રિક માહિતી લૉક કરવામાં આવી છે.
  7. જો તમે તમારી બાયોમેટ્રિક માહિતીને પછીથી ક્યારેય અનલોક કરવા માંગતા હો, તો તમે તે જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરી શકો છો અને "અનલોક બાયોમેટ્રિક્સ" વિકલ્પ પસંદ કરી શકો છો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ