બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / EV-CNG વાહનોની ઉંમર 5 વર્ષ વધારવાનો પ્રસ્તાવ, નેશનલ પરમિટ હવે વધુ સરળ બનશે

photo-story

11 ફોટો ગેલેરી

ઓટો / EV-CNG વાહનોની ઉંમર 5 વર્ષ વધારવાનો પ્રસ્તાવ, નેશનલ પરમિટ હવે વધુ સરળ બનશે

Last Updated: 12:36 AM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સરકારે EV, હાઇડ્રોજન અને CNG કોમર્શિયલ વાહનોની ઉંમર મર્યાદા 5 વર્ષ વધારવાનો ડ્રાફ્ટ પ્રસ્તાવ મૂક્યો છે આ સાથે રાષ્ટ્રીય પરમિટ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાને ડિજિટલ બનાવવાના પગલાં પણ સૂચવ્યા છે.

1/11

photoStories-logo

1. કોમર્શિયલ વાહનો માટે પ્રસ્તાવ

ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહન (EV), હાઇડ્રોજન ફ્યુઅલ અને CNGથી ચાલતા કોમર્શિયલ વાહનો માટે મોટી રાહતનો પ્રસ્તાવ મૂક્યો છે. નેશનલ પરમિટ સિસ્ટમ હેઠળ ચાલતા આ વાહનોની નક્કી કરેલી ઉંમર મર્યાદાને 5 વર્ષ સુધી વધારવાનો પ્રસ્તાવ છે. જોકે આ હજુ અંતિમ નિયમ નથી બન્યો. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાફ્ટ સુધારા પર સામાન્ય લોકો, વાહન ઉદ્યોગ અને અન્ય સંબંધિત પક્ષો પાસેથી સૂચનો અને વાંધા માંગ્યા છે. તેના માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સૂચનો પર વિચાર કર્યા બાદ અંતિમ નિયમો ગેઝેટમાં પ્રકાશિત થશે અને ત્યારબાદ જ લાગુ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. EV, હાઇડ્રોજન અને CNG વાહનોની ઉંમર 5 વર્ષ વધારવાનો પ્રસ્તાવ

મંત્રાલયે Central Motor Vehicles Rules (CMVR) 1989માં સુધારાનો ડ્રાફ્ટ ઈશ્યુ કર્યો છે. તેનો એક મહત્વનો પ્રસ્તાવ નેશનલ પરમિટ સિસ્ટમ હેઠળ આવતા વાહનોની ઉંમર મર્યાદા સાથે જોડાયેલો છે. Rule 88 હેઠળ બેટરીથી ચાલતા, હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલતા અને CNG વાહનોની નિર્ધારિત ઉંમર મર્યાદામાં 5 વર્ષનો વધારો કરવાનો પ્રસ્તાવ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. મર્યાદા વધશે

જો આ પ્રસ્તાવ અંતિમ રૂપે મંજૂર થઈ જાય તો હાલની 12 વર્ષ અને 15 વર્ષની મર્યાદા વધીને 17 વર્ષ અને 20 વર્ષ થઈ શકે છે. જોકે આ બધા કોમર્શિયલ વાહનો માટે એકસરખી ઉંમર વધારવાનો પ્રસ્તાવ નથી. તે ખાસ કરીને Rule 88 હેઠળ આવતા વાહનોની કેટેગરી પર લાગુ થશે. ડ્રાફ્ટમાં આ વાહનોની સુધારા બાદ મેક્સીમમ ઉંમર કેટલી હશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. સરકાર કેમ ઉંમર મર્યાદા વધારવા માંગે છે?

આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે સરકાર કોમર્શિયલ ટ્રાન્સપોર્ટમાં ક્લીન ફ્યુઅલવાળા વાહનોના ઉપયોગને વધારવા પર ભાર મૂકી રહી છે. EV, હાઇડ્રોજન અને CNG વાહનોને પ્રદૂષણ ઘટાડનારા ઓપ્શન તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવા વાહનોની ઉંમર મર્યાદા વધવાથી ઓપરેટરોને પોતાના વાહનોને લાંબા સમય સુધી વાપરવાનો મોકો મળી શકે છે. જોકે હાલમાં આ માત્ર પ્રસ્તાવ છે. જ્યાં સુધી અંતિમ નિયમો ગેઝેટમાં પ્રકાશિત ન થાય ત્યાં સુધી હાલના નિયમોમાં કોઈ ફેરફાર માનવામાં આવશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. રાષ્ટ્રીય પરમિટની પ્રક્રિયા વધુ સરળ બનશે

સરકારે નેશનલ પરમિટ સિસ્ટમને સરળ અને વધુ ડિજિટલ બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. ડ્રાફ્ટ નિયમો અનુસાર, અરજદાર પોતાની સુવિધા મુજબ એકસાથે મહત્તમ 5 વર્ષ માટે રાષ્ટ્રીય પરમિટ લઈ શકશે. તેના માટે દર વર્ષે 16,500 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે, જે નેશનલ પરમિટ ખાતામાં જમા કરાવવાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. નેશનલ પરમિટ

જેમાં નેશનલ પરમિટના અરજી અને મંજૂરીની પ્રક્રિયાને પણ ડિજિટલ બનાવવાનો પ્રસ્તાવ છે. તે હેઠળ Form-46 દ્વારા અરજી અને Form-47 હેઠળ પરમિટ આપવાની પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવશે. તેનાથી પરિવહન ક્ષેત્રમાં કાગળી કામ ઘટશે અને પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. ટેમ્પરરી રજિસ્ટ્રેશનના નિયમોમાં પણ ફેરફાર

સરકારે વાહનોના ટેમ્પરરી રજિસ્ટ્રેશન સંબંધિત નિયમોમાં પણ ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કોઈ વાહનમાં માત્ર ચેસિસ હોય અને તેના પર બોડી ન લગાવી હોય તો તેનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન જારી થયાની તારીખથી 6 મહિના સુધી માન્ય રહેશે. જો 6 મહિનામાં બોડી લગાવવાનું કામ પૂર્ણ ન થાય કે બીજા જરૂરી કારણસર વાહન વર્કશોપમાં જ રહે તો સંબંધિત રજિસ્ટ્રેશન અથોરિટી તેની વેલિડિટીને એકસાથે 30 દિવસ માટે વધારી શકશે. જ્યારે સંપૂર્ણ તૈયાર એવા વાહનોને જે ખાસ કસ્ટમાઇઝ કરવામાં આવી રહ્યા હોય કે બીજા રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાવવાના હોય તેમનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન 45 દિવસ સુધી માન્ય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. ઓટો પાર્ટ્સ કંપનીઓના R&Dને પણ પ્રોત્સાહન

સરકાર ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે R&Dને પ્રોત્સાહન આપવાની પણ તૈયારી કરી રહી છે. તેના માટે eligible ઓટો કમ્પોનન્ટ બનાવતી કંપનીઓને ટ્રેડ સર્ટિફિકેટ સંબંધિત નિયમોના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ છે. તેમાં એવા ઉત્પાદકો સામેલ થશે જેમને Department of Scientific and Industrial Research (DSIR)થી માન્યતા મળી હોય અને જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે નવા પ્રોડક્ટ વિકસાવવાના R&D કામમાં જોડાયેલા હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. Vahan પોર્ટલથી આપોઆપ મળશે વાહનની માહિતી

ડ્રાફ્ટમાં વાહન સંબંધિત ડોક્યુમેન્ટને વધુ ડિજિટલ બનાવવાનો પણ પ્રસ્તાવ છે. તે હેઠળ ડીલરશિપ ઓથોરાઇઝેશન સર્ટિફિકેટ અથવા વાહન રજિસ્ટ્રેશન નંબર નાખતાં જરૂરી માહિતી Vahan પોર્ટલથી આપોઆપ મેળવી શકાશે. સુધારેલા ફોર્મમાં ડીલરનો GST રજિસ્ટ્રેશન નંબર, PAN, Udyam Aadhaar અને Corporate Identification Number (CIN) જેવી માહિતી પણ સામેલ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. Form-20માં Aadhaar સાથે જોડાયેલો મોબાઇલ નંબર જરૂરી થઈ શકે

પ્રસ્તાવિત સુધારા હેઠળ વાહન માલિકો માટે Form-20માં આધાર સાથે લિંક મોબાઇલ નંબર આપવો જરૂરી કરી શકાય છે. તે સિવાય Hire-Purchase, લીઝ કે Hypothecation (ગીરો) સંબંધિત ડોક્યુમેન્ટમાં સંબંધિત એગ્રીમેન્ટ કે લોન અકાઉન્ટ નંબર નોંધવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. Form-48

સરકારે Form-48માં પણ ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. તે હેઠળ વાહનના માન્ય રજિસ્ટ્રેશન, ઇન્શ્યોરન્સ, Pollution Under Control (PUC) સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, બાકી ચાલાન અને પહેલાં ઈશ્યુ કરેલા કોઈ નેશનલ પરમિટની માહિતી નોંધવી જરૂરી રહેશે. કુલ મળીને, પ્રસ્તાવિત ફેરફારોનો હેતુ ક્લીન ફ્યુઅલવાળા કોમર્શિયલ વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા સાથે રાષ્ટ્રીય પરમિટ અને વાહન રજિસ્ટ્રેશન સંબંધિત પ્રક્રિયાઓને વધુ સરળ અને ડિજિટલ બનાવવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

commercial vehicles age limit electric vehicles
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ