બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Prithvi Shaw make 379 Runs Break All Records of Gavaskar Laxman Pujara

ગજબ / પ્રચંડ અવતારમાં પૃથ્વી શૉ: ધડાધડ ઠોક્યા 379 રન, ગાવસ્કર-લક્ષ્મણ-પૂજારા બધાના રેકૉર્ડ તોડ્યા

Arohi

Last Updated: 12:21 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2018માં પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર પૃથ્વી વાઈટ બોલ ફોર્મેટમાં જુલાઈ 2021થી બહાર ચાલી રહ્યા છે. સતત રન બનાવ્યા બાદ પણ તેને ભારતીય ટીમમાં જગ્ય નથી મળી રહી.

  • 2018માં ટેસ્ટ ડેબ્યૂમાં ફટકારી હતી સદી 
  • પૃથ્વી ટેસ્ટમાં 2021થી છે બહાર 
  • સતત રન બનાવ્યા બાદ પણ નથી મળી રહી જગ્યા 

ઓપનર પૃથ્વી શૉનું તોફાની ફોર્મ ચાલુ છે. અસમ વિરૂદ્ધ મુંબઈના આ ધાકડ બેટ્સમેને 383 બોલમાં 379 રન માર્યા હતા. 49 ચોગ્ગા અને 6 છગ્ગાની મેરેથોન ઇનિંગ દરમિયાન પૃથ્વીએ ઘણા રેકોર્ડ બનાવ્યા. 

હવે તે રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે. હૈદરાબાદ સામે સંજય માંજરેકરના અણનમ 377 રનનો સ્કોર પાછળ રહી ગયો છે. સૌથી આગળ સૌરાષ્ટ્રની બીબી નિમ્બાલકર છે, જેણે 75 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર સામે અણનમ 443 રન બનાવ્યા હતા.

રેકોર્ડ તોડ પૃથ્વી 
પૃથ્વી શૉ જે અંદાજમાં બેટિંગ કરી રહ્યા હતા. લાગી રહ્યું હતુ કે 400 રન સરળતાથી પાર કરી લેશે. પરંતુ સ્પિનર રિયાન પરાગે તેમને એલબીડબ્લ્યુ આઉટ કર્યા. હવે પૃથ્વી મુંબઈ રણજી ટીમના ઈતિહાસના સૌથી સ્કોરર પણ બની ચુક્યા છે. આજે મેચના બીજા દિવસે પોતાના કાલના સ્કોર 240 રનથી તેમણે ઈનિંગ આગળ વધારી અને જોતજોતામાં તેણે ત્રણ સેન્ચુરી મારી દીધી. 

ગુવાહાટીમાં ચાલુ ગ્રુપ-બી મેચમાં સ્ટંપ્સના સમયે તેમની સાથે 73 રન બનીને રમી રહેલા કેપ્ટન અજીંક્ય રહાણે સેન્ચુરી બનાવી ચુક્યા છે. બન્નેની વચ્ચે ત્રીજી વિકેટ માટે 401 રનની ઐતિહાસિક ભાગીદારી છે. આ પહેલા પૃથ્વીએ ડેબ્યૂ કરી રહ્યા છે મુશીર ખાન 42ની સાથે પહેલા વિકેટ માટે 123 અને અરમાન ઝાફર 27ની સાથે બીજી વિકેટ માટે 74 રન માર્યા હતા. 

ગાવાસ્કર-પુજારા-લક્ષ્મણ બધાને પછાડ્યા 
ડાબા હાથથી બેટિંગ કરતા આ બેટ્સમેને ઘરેલુ ક્રિકેટમાં પોતાની પહેલી ત્રણ સેન્ચુરી ફક્ત 326 બોલમાં બનાવી અને ત્યાર બાદ ગિયર બદલતા 100 સ્ટ્રાઈક રેટથી રમ બનાવવા લાગ્યો.

23 વર્ષીયે રણજી ટ્રોફીમાં મુંબઈ માટે મહાન ભારતીય બેટર સુનીલ ગાવસ્કરનો 340 રનોનો રેકોર્ડ તોડ્યો પછી ભારતના ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પુજારા અને વીવીએસ લક્ષ્મણના ટોટલને પણ પાછળ મુકી દીધુ. પુજારાએ રણજી ટ્રોફી માટે 2012-23 સીઝનમાં કર્ણાટક વિરૂદ્ધ સૌરાષ્ટ્ર માટે 352 રન બનાવ્યા હતા. જ્યારે લક્ષ્મણે 1999-2000 સીઝનમાં હૈદરાબાદ માટે કર્ણાટક વિરૂદ્ધ 353 રન બનાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ