બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Prithvi Shaw creates havoc, claims double century in ODIs for World Cup

ક્રિકેટ / ગજબની પારી! 129 બોલમાં બેવડી સદી ફટકારી, વન ડેમાં આ સ્ટાર ભારતીય ખેલાડી લાવ્યો રનોનું તોફાન, હરીફ ટીમના શ્વાસ અધ્ધર

Megha

Last Updated: 09:46 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prithvi Shaw: પૃથ્વી શૉ હાલમાં વન ડે કપમાં નોર્થમ્પટનશાયર ટીમ તરફથી 244 રનની ધમાકેદાર ઇનિંગ રમી,  શૉએ ODI ક્રિકેટમાં સૌરવ ગાંગુલીની સૌથી વધુ 183 રનની ઈનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે

  • પૃથ્વી શૉએ પોતાના બેટથી ઈંગ્લેન્ડમાં તોફાન લાવી દીધું 
  • લિસ્ટ-એ ક્રિકેટમાં પૃથ્વી શૉએબીજી બેવડી સદી ફટકારી 
  • પૃથ્વી શૉએ સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો 

Prithvi Shaw Double Century: ભારતીય ટીમની બહાર ચાલી રહેલા સ્ટાર ઓપનર પૃથ્વી શૉએ પોતાના બેટથી ઈંગ્લેન્ડમાં તોફાન મચાવી દીધું છે. પૃથ્વી શો હાલમાં ઈંગ્લેન્ડમાં ODI કપ રમી રહ્યો છે જ્યાં તેને બેવડી સદી ફટકારીને દિગ્ગજોના દિલ જીતી લીધા છે. આ સાથે તેને આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી પણ નોંધાવી છે. 

એ વાત તો નોંધનીય છે કે ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વર્લ્ડ કપ રમાશે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના રન આઉટ ઓપનર પૃથ્વી શૉએ બુધવારે નોર્થમ્પટન કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે સમરસેટ સામે વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પટનશાયર માટે બેવડી સદી ફટકારી હતી. 23 વર્ષના આ ખેલાડીએ 81 બોલમાં પોતાની સદી પૂરી કરી અને પછી 152 બોલમાં 244 રનની ઇનિંગ રમી હતી. 

244 રનની ધમાકેદાર ઇનિંગ રમી
પૃથ્વી શૉ હાલમાં વન ડે કપમાં નોર્થમ્પટનશાયર ટીમ તરફથી રમી રહ્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી ચૂક્યો છે. ત્રીજી મેચમાં પૃથ્વી શૉએ 152 બોલમાં 244 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 29 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. લિસ્ટ-એ ક્રિકેટમાં પૃથ્વી શૉની આ બીજી બેવડી સદી છે.

પૃથ્વી શૉએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
23 વર્ષના પૃથ્વી શૉએ 81 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઓપનિંગ આવતા જ પૃથ્વી શો સમરસેટના બોલરો પર ખરાબ રીતે તૂટી પડ્યો હતો. આ ઇનિંગના કારણે પૃથ્વી શૉએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. પૃથ્વી શૉની ઇનિંગ્સને કારણે તેની ટીમ નોર્થમ્પટનશાયરએ સમરસેટ સામે 8 વિકેટે 415 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં સમરસેટની ટીમ 45.1 ઓવરમાં 328 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે પૃથ્વી શૉએ પોતાની ટીમને 87 રનથી મેચ જીતાડ્યો હતો. મેચમાં શૉનો સ્ટ્રાઈક રેટ 159.47 હતો.

શૉએ સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો 
આ ઈનિંગના કારણે ભારતીય યુવા ઓપનર પૃથ્વી શૉએ ઈંગ્લેન્ડમાં ODI ક્રિકેટમાં રમાયેલી સૌરવ ગાંગુલીની સૌથી વધુ 183 રનની ઈનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે પૃથ્વી શૉ ઈંગ્લેન્ડમાં સૌથી વધુ વનડે ઈનિંગ્સ રમનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

પૃથ્વી શૉએ આ ઇનિંગના આધારે આ દમદાર રેકોર્ડ બનાવ્યો
- પૃથ્વી શૉએ ODI કપમાં એકંદરે સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઓલી રોબિન્સનના નામે હતો જેણે 2022માં કેન્ટ તરફથી રમતા 206 રન બનાવ્યા હતા.
- આ સાથે પૃથ્વી શૉ પોતાની ટીમ નોર્થમ્પટનશાયર માટે ODI કપમાં સર્વશ્રેષ્ઠ સ્કોરર ખેલાડી પણ બની ગયો છે. તેણે સૈફ જૈબ (136 રન)નો રેકોર્ડ તોડ્યો.
- રોહિત શર્મા પછી, પૃથ્વી શૉ લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બીજો ભારતીય અને એકંદરે ચોથો ખેલાડી બન્યો. રોહિતના નામે 3 બેવડી સદી છે. આ સાથે જ અલી બ્રાઉન અને ટ્રેવિસ હેડના નામ પણ બે-બે છે.
- પૃથ્વી શૉએ ODI કપમાં ચેતેશ્વર પૂજારાનો ભારતીય દ્વારા સર્વશ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ તોડ્યો હતો.
- પૃથ્વી શૉ વન ડે કપમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ