બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Prime Minister Narendra Modi will visit Gujarat

મુલાકાત / પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 મેએ આવશે ગુજરાત, સાયન્સ સિટી અને સંઘના કાર્યક્રમમા જશે, વાંચો PMનું શિડ્યુલ

Dinesh

Last Updated: 05:39 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 12 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તેઓ મહાત્મા મંદિર ખાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે
  • 12 મેએ પ્રધાનમંત્રી એક દિવસ ગુજરાતની મુલાકાત લેશે
  • PM મોદી ગિફ્ટ સિટીની લેશે મુલાકાત


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 મેના રોજ એક દિવસ ગુજરાતની મુલાકાત આવવાના છે. PM મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કંપનીઓના CEO અને યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પણ મળશે તેમજ શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે.
 
બપોરે 2 કલાકે રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે
વડાપ્રધાન મોદી 12 મેના રોજ મહાત્મા મંદિરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ સાંજે ગિફ્ટ સિટી પાસે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે તેમજ બપોરે 2 કલાક રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે. વધુમાં તમને જણાવી દઈએ કે, 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ કરાવશે.

સાબરમતી પર બનશે બેરેજ, અનેક જગ્યાએ પાઈપલાઇનનું કામ: થરાદની ધરાથી ઉ.ગુજરાતને  મળશે 8 હજાર કરોડની ભેટ | Prime Minister Narendra Modi on a three-day visit  to Gujarat

ગિફ્ટ સિટીમાં મળશે અધિવેશન
ગાંધીગનર ગિફ્ટ સિટી ખાતે 12 અને 13 મેના રોજ પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યું છે. PM મોદીના હસ્તે શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને ખુલ્લું મુકવામાં આવશે. પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષક સંઘ સાથે જોડયેલા સમગ્ર દેશના શિક્ષકો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, દેશના વિવિધ રાજ્યમાં દર 2 વર્ષે અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગાંધીનગર ખાતે આ અધિવેશનનું આયોજન કરાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ