બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Prime Minister Narendra Modi expressed pride while inaugurating Aero India 2023 in Bengaluru.

Aero India 2023 / 100 દેશોની હાજરી જ દર્શાવે છે વિશ્વમાં ભારતની તાકાત...: એર શોના ઉદ્ઘાટન દરમ્યાન PM મોદીનું નિવેદન

Megha

Last Updated: 10:24 AM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એરો ઈન્ડિયાનો 2023નો શો ભારતની વિકાસ ગાથાનું ઉદાહરણ છે.

  • પીએમ મોદીએ એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું
  • નવી ઊંચાઈ એ નવા ભારતનું ચિત્ર છે.- પીએમ મોદી 
  • સંરક્ષણ ક્ષેત્રે થોડા વર્ષોમાં લાંબી સફર કવર કરી - રાજનાથ સિંહ

Aero India Show 2023 In Bengaluru: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​બેંગલુરુમાં યેલહંકાના એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે. આ સમયે પીએમ મોદીએ કહ્યું કે 'નવી ઊંચાઈ એ નવા ભારતનું ચિત્ર છે. આ ઘટના ભારતના વધતા વ્યાપનું ચિત્ર છે.'

બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ' આ 21મી સદીનું નવું ભારત, હવે ન તો કોઈ તક ગુમાવશે અને ન તો મહેનતમાં કોઇ કમી દેખાડે. એરો ઈન્ડિયાનો 2023નો શો ભારતની વિકાસ ગાથાનું ઉદાહરણ છે. આ વર્ષના એરો ઈન્ડિયા શોમાં લગભગ 100 દેશોની હાજરી જ દર્શાવે છે કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો, ભારત અને વિશ્વના 700થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યાં છે. જેને ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 100 થી વધુ દેશોની ભાગીદારી ન્યૂ ઈન્ડિયામાં વિશ્વની શ્રદ્ધા દર્શાવે છે.   

સંરક્ષણ ક્ષેત્રે થોડા વર્ષોમાં લાંબી સફર કવર કરી - રાજનાથ સિંહ
એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આપણે સંરક્ષણ ક્ષેત્રે થોડા વર્ષોમાં ઘણો લાંબો રસ્તો કવર કર્યો છે. આ સફરમાં સંરક્ષણ ક્ષેત્રે સફળતાના ઘણા તબક્કાઓ પાર કર્યા છે, જે ભવિષ્યમાં તાકાતના આધારસ્તંભ બની ગયા છે. એરો ઈન્ડિયા પણ તે સ્તંભોમાંથી એક છે.

નોંધનીય છે કે કર્ણાટકના બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023ના ઉદઘાટન સમારોહમાં ફ્લાયપાસ્ટ દરમિયાન એર ચીફ માર્શલ વીઆર ચૌધરી ગુરુકુલ રચનાનું નેતૃત્વ કરશે. 

'એરો ઈન્ડિયા' સૈન્ય વિમાન, હેલિકોપ્ટર, રક્ષા સાધનો અને નવા યુગના એવિયોનિક્સના ઉત્પાદનના ઉભરતા કેન્દ્ર રૂપે દર્શાવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંગલુરુની બહારના વિસ્તારમાં વાયુસેનાના યેલાહંકા સૈન્ય મથકના પરિસરમાં પાંચ દિવસીય પ્રદર્શનમાં 98 દેશોની 809 સંરક્ષણ કંપનીઓ અને પ્રતિનિધિઓ ભાગ લેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ