બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / prime minister narendra modi dedicate nation two additional railway lines

ભેટ / મહારાષ્ટ્રમાં થાણે અને દિવા વચ્ચે નવી રેલ લાઇનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, જાણો શું મળશે સુવિધા

Kavan

Last Updated: 05:21 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ્વે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરી.

  • મુંબઈગરાને મોદી સરકારની મોટી ભેટ
  • થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ્વે લાઇન થઈ શરૂ
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગ ઓફ કરી કરાવ્યું પ્રસ્થાન

વડાપ્રધાનનો આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ ઉપનગરીય રેલવેની બે ઉપનગરીય ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે, પીએમએ તેમના સંબોધનમાં કહ્યું કે આ રેલ્વે લાઈનો શરૂ થવાથી દરેક મુંબઈકરને અવરજવરમાં સરળતા મળશે.

મુંબઈગરાઓને થશે મોટો ફાયદો 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે જન્મજયંતી છે, સર્વ પ્રથમ હું ભારતના મહાન મહાનાયકોના ચરણોમાં પ્રણામ કરું છું. થાણે-દિવા વચ્ચે નવી બનેલી પાંચમી અને છઠી રેલ લાઈનો મુંબઈવાસીઓના જીવનમાં ખૂબ મોટો બદલાવ આવશે. આ રેલવે લાઈન મુંબઈગરાઓના જીવનને સરળ બનાવશે. 

620 કરોડ રૂપિયાનો કરાયો છે ખર્ચ

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, થાણે અને દિવાને જોડતી વધુ બે લાઈનોના નિર્માણ માટે 620 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, આ પરિયોજનામાં કરવામાં આવેલ નિર્માણ કાર્યોમાં 1.4 કિલોમીટર લાંબો રેલવે ફ્લાઈઓવર, 3 મોટા બ્રિજ તથા 21 નાના બ્રિજનો સમાવેશ થાય છે. 

શું મળશે સુવિધા

એવું માનવામાં આવે છે કે આ લાઈનોના નિર્માણથી મુંબઈમાં ઉપનગરીય ટ્રેનોના ટ્રાફિકમાં સરળતા આવશે. આ સાથે અત્યાર સુધી લાંબા અંતરની ટ્રેનોના ટ્રાફિકમાં આવતી અડચણો ઘણી હદ સુધી દૂર થશે. એટલું જ નહીં, આ લાઈનોની મદદથી શહેરમાં 36 નવી ઉપનગરીય ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ