બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prime Minister Modi's brother Prahlad Modi admitted to Apollo Hospital in Chennai

Breaking News / PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ, કિડની સાથે જોડાયેલી બીમારીના કારણે સારવાર હેઠળ

Malay

Last Updated: 11:02 AM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રહલાદ મોદીને કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

  • PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની તબિયત નાદુરસ્ત
  • ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા
  • કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, પ્રહલાદ મોદીને કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ભાઈ-બહેન છે જેમાં પ્રહલાદ મોદી ચોથા સ્થાને આવે છે. પ્રહલાદ મોદી અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે, સાથે જ તેમનો શહેરમાં ટાયરનો શોરૂમ પણ છે. 

પીએમના સૌથી મોટા ભાઈ છે સોમાભાઈ મોદી
પીએમ મોદીની એક બહેન અને 4 ભાઈ છે. સોમાભાઈ મોદી, અમૃતભાઈ મોદી, પંકજભાઈ મોદી, પ્રહલાદભાઈ મોદી અને બહેન વાસંતીબેન મોદી. સોમાભાઈ મોદી પીએમના સૌથી મોટા ભાઈ છે, જેઓ આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયા છે. હાલ તેઓ અમદાવાદમાં ઓલ્ડ એજ હોમ (વૃદ્ધાશ્રમ) ચલાવે છે.

અમૃત મોદી ખાનગી કંપનીમાં કરતા હતા કામ
પીએમ મોદીના બીજા મોટા ભાઈનું નામ અમૃત મોદી છે. તેઓ એક ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા હતા, જેઓ હવે રિટાયરમેન્ટ બાદ અમદાવાદમાં તેમના પરિવારના સભ્યો સાથે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. 

પંકજભાઈ છે પીએમ મોદીના સૌથી નાનાભાઈ
પીએમ મોદી તેમના ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. પીએમ પોતાનું જીવન દેશના નામે સમર્પિત કરીને સેવામાં લાગેલા છે. તો ચોથા સ્થાને પ્રહલાદ મોદી છે, જેઓને કિડની સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંકજ મોદી પીએમ મોદીના સૌથી નાના ભાઈ છે. પંકજભાઈ તેની પત્ની સાથે ગાંધીનગરમાં રહે છે. પંકજભાઈ માહિતી વિભાગમાં નોકરી કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા પંકજભાઈ મોદી સાથે રહેતા હતા. આ સિવાય પીએમ મોદીના બહેન પરિણીત છે અને ગૃહિણી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ