બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Price increase for old vehicle number plate in Ahmedabad

ભાવ વધારો / હવેથી જૂના વ્હીકલની નંબર પ્લેટ માટે ખિસ્સા ઢીલા કરવા પડશે, ચૂકવવા પડશે આટલાં રૂપિયા"

Kishor

Last Updated: 09:03 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં જૂના વાહનની નંબર પ્લેટ માટે રૂ.321 અને ટૂ-વ્હીલર માટે રૂ.335 વધારાના ચુકવવાની નોબત આવી છે. જાણો મામલો

  • અમદાવાદમાં જૂના વાહનની નંબર પ્લેટ માટે ભરવા પડશે રૂપિયા
  • જૂની કારની નંબર પ્લેટ માટે રૂ.321 અને ટૂ-વ્હીલર માટે રૂ.335 ચૂકવવા પડશે
  • વાહન ડિલર જૂના ભાવમાં કામ કરવા તૈયાર ન થતા ભાવમાં વધારો કરાયો

વધતી જતી મોંઘવારી વચ્ચે હવે વાહનચાલકોના ખિસ્સામાં વધુ એક બોજ પડશે. કારણ કે હવે અમદાવાદમાં જૂના વ્હીકલની નંબર પ્લેટ માટે પણ ખિસ્સા ઢીલા કરવા પડશે.  જૂની કારની નંબર પ્લેટ માટે રૂ.321 અને ટુ-વ્હીલર માટે રૂ.335 વધુ ચૂકવવા પડશે. કેમ કે  વાહન ડીલર જૂના ભાવે RTOનું કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. તે કામ માટે તૈયાર ન થતા નવો ભાવ વધારો અમલમાં મુકવાની નોબત આવી હતી.

આ દિવસથી બદલાઈ જશે નંબર પ્લેટના નિયમ, 10 હજારના દંડથી બચવા માટે કરી લો આ  કામ | Apply Online For High Security Registration Plate By Following These  Easy Steps

નવી કારની નંબર પ્લેટ માટે રૂ.781 અને ટૂ-વ્હીલર માટે રૂ.495 ચૂકવવા પડશે
મહત્વનું છે કે અગાઉ કારની નંબર પ્લેટ માટે રૂ.460 અને ટુ વ્હીલર માટે રૂ.160 વસુલવામાં આવતા હતા. પરંતુ હવે આ દિવસો ગયા છે અને હવેથી કાર માટે 781 રૂપિયા અને ટુ વ્હીલર માટે 495 રૂપિયા નક્કી કરાયા છે. એટલે આ પ્રમાણે ભાવ ચૂકવવા પડશે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા નવા વાહનોના એચએસઆરપી નંબર પ્લેટ સહિત જુના વાહનોની કામગીરી પણ વાહનોના ડીલરોને સોંપી દીધી હતી. પરંતુ હવે જુના ભાવમાં ડીલરોએ કામ કરવાની ના પાડતા તોતિંગ ભાવ વધારો કરાયો છે. જેને લઈને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિવાદના ભણકારા પણ વાગી રહ્યા છે. અત્યાર સુધીમાં એચએસઆરપીના ભાવમાં લગભગ બે વખત થોડો ઘણો વધારો કરાયો હતો. છતાં પણ ઘણો વિરોધ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.


ખાસ વાત એ પણ છે કે અત્યાર સુધી આરટીઓ કચેરીમાં જૂના વાહનોની એચએસઆરપીમાંથી દૂર થયેલી બ્લેક ફિલ્મ ખાનગી કંપની વિનામૂલ્યે લગાવી આપતી હતી અને આ અંગે સરકારનો આદેશ પણ હતો. જોકે હવે વાહન ડીલરો એચએસઆરપીની કોઇ પણ કામગીરી વિનામૂલ્યે કરશે નહિ! આ અંગે લોકોએ નિયત કરેલી રકમનું ચુકવણું કરવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ