બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચૂંટાયેલા MLAsની જાહોજલાલીનો વધુ એક બોજો સહન કરવા તૈયાર રહે ગુજરાતની જનતા
Last Updated: 12:56 PM, 9 February 2026
રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોની સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. પહેલેથી જ નજીવી કિંમતમાં હાઈફાઈ સુવિધાઓનો લાભ લેતા ધારાસભ્યોને વધુ સસ્તી અને વધારાની સુવિધાઓ આપવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી છે, જેના કારણે રાજ્યની જનતા પર વધુ આર્થિક બોજ પડે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
વિધાનસભામાં ધારાસભ્યોના ભથ્થાંની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની તાજેતરમાં બેઠક મળી હતી. આ બેઠકમાં રેલવે તથા હવાઈ મુસાફરી માટે મળતા ભથ્થાંમાં વધારો કરવાની શક્યતાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સાથે સાથે ધારાસભ્યના કાર્યાલય ખર્ચ અને મતવિસ્તાર વિકાસ માટેના ભથ્થાં વધારવાની બાબત પણ ચર્ચાના કેન્દ્રમાં રહી.

ADVERTISEMENT
સમિતિ દ્વારા અન્ય રાજ્યોમાં ધારાસભ્યોને મળતા ભથ્થાં અને સુવિધાઓની સરખામણી કરવામાં આવી રહી છે. આ સમીક્ષા બાદ ગુજરાતમાં પણ ધારાસભ્યોના ભથ્થાંમાં વધારો કરવો કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. સમિતિ સરકાર સાથે પરામર્શ કરીને આખરી નિર્ણય કરશે તેવી માહિતી સામે આવી છે.
આ પણ વાંચોઃ કચ્છ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર: મહામંત્રી પદે ધવલ આચાર્ય રિપીટ, નવા ચહેરાઓની પણ એન્ટ્રી
ADVERTISEMENT
ધારાસભ્યોની સુવિધાઓમાં વધારા અંગેની આ પ્રક્રિયા શરૂ થતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. એક તરફ ધારાસભ્યો કાર્યક્ષમ રીતે કામ કરી શકે તે માટે સુવિધાઓ જરૂરી હોવાનું કહેવાઈ રહ્યું છે, તો બીજી તરફ સામાન્ય જનતા પર વધતા ખર્ચના બોજ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.