બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / કચ્છ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર: મહામંત્રી પદે ધવલ આચાર્ય રિપીટ, નવા ચહેરાઓની પણ એન્ટ્રી
Last Updated: 12:23 PM, 9 February 2026
BJP Kutch Team: છેલ્લાં કેટલાંય સમયથી જેની રાહ જોવાઇ રહી હતી, તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનાત્મક ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે. જેમાં ઉપ પ્રમુખ, મહામંત્રીથી લઇને સોશિ. મીડિયા ટીમના પદો પર નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં કેટલાક નામોને રિપીટ કરાયા છે તો અમુક નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
એમાંના એક ધવલ કાંતિલાલ આચાર્ય કે જેઓને મહામંત્રી પદે રિપીટ કરાયા છે, જ્યારે હિતેશ હિંમતલાલ ખંડોર તથા ભીમજી હરજી જોધાણીને પણ મહામંત્રી પદે નિયુક્તિ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે ધવલ આચાર્ય પોતે Indian Red Cross સોસાયટી કચ્છ જિલ્લાના ચેરમેનનો પણ કાર્યભાર સંભાળે છે. તદુપરાંત ભાજપ સંગઠનના દરેક કાર્યોમાં તેઓ અગ્રેસર રહીને કાર્ય કરતા નજરે પડ્યાં છે.
ADVERTISEMENT
કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત તમામ હોદ્દેદારશ્રીઓને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ.
— BJP Kutch (@BJP4Kutchh) February 8, 2026
સર્વે હોદ્દેદારશ્રીઓને યશસ્વી કાર્યકાળની શુભેચ્છાઓ.#BJPKutch #TeamBJPKutch pic.twitter.com/AWhxMUM5Ja
ADVERTISEMENT
અત્રે નોંધનીય છે કે, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની મંજૂરી બાદ કચ્છ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર કરાઇ છે. એટલે કે સંગઠનને વધુ મજબૂત તેમજ ગતિશીલ બનાવવા આ જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.
તદુપરાંત જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ પદે મશરુભાઇ રીણાભાઇ રબારી, અશોકભાઇ ભીમજીભાઇ હાથી, મૂળજીભાઇ રામજીભાઇ મ્યાત્રા, રેશ્માબેન જીતુભાઇ ઝવેરી, પ્રફુલ્લસિંહ ગોવુભા જાડેજા, આશિકાબેન પરેશભાઇ ભટ્ટ, સુરેશભાઇ વલ્લભજી સંઘાર અને વિકાસભાઇ મોહનલાલ રાજગોરની વરણી કરાઈ છે. મંત્રી તરીકે પરેશભાઇ વાલજી ભાનુશાલી, છાયાબેન વિશ્રામભાઈ ગઢવી, નયનાબેન ધીરજલાલ પટેલ, ઉમેશભાઇ મૂળજીભાઇ સોની, રાજેશભાઇ દામજીભાઇ પલણ, રૂપલબેન યુવરાજ દેસાઇ, રસિલાબેન રાજભાઇ બારી અને કંચનબેન અતુલભાઇ વાઘેલા નિમાયા છે. કોષાધ્યક્ષ તરીકે સુરેશભાઇ અનિલભાઇ ટાંક અને કાર્યાલય મંત્રી તરીકે હરેશ માવજીભાઇ પટેલને જવાબદારી સોંપાઈ છે. સોશિયલ મીડિયા વિભાગમાં પીયૂષભાઇ જયંતીલાલ ભોજાણી, આઇટી વિભાગમાં ભૌમિકભાઇ અરુણભાઇ વછરાજાની અને મીડિયા વિભાગમાં સાત્ત્વિકદાન મહેશભાઇ ગઢવીની નિમણૂક કરાઇ છે.
ADVERTISEMENT
મોરચા સ્તરે પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે રામભાઈ ભીમશીભાઈ ગીલવા, મહામંત્રી તરીકે ભાર્ગવભાઈ શશીકાંતભાઈ શાહ અને રાહુલભાઈ સુરેન્દ્રભાઈ ગુંસાઈની નિમણૂક થઈ છે. મહિલા મોરચામાં પ્રમુખ તરીકે પારૂલબેન રમેશભાઈ કારા, મહામંત્રી તરીકે પારસબા કૃષ્ણસિંહ જાડેજા અને રચનાબેન પ્રણવભાઈ જોષીની વરણી કરવામાં આવી છે. કિસાન મોરચામાં પ્રમુખ હિતેશભાઈ ડાયાલાલ પાંચાણી અને મહામંત્રી તરીકે રવીન્દ્રભાઈ મનજીભાઈ ગામી તથા વિરમભાઈ રામજીભાઈ આહીર નિમાયા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બીજી તરફ બક્ષીપંચ (ઓબીસી) મોરચામાં પ્રમુખ હિતેશભાઈ જયેશભારથી ગોસ્વામી અને મહામંત્રી તરીકે ખેંગારભાઈ પબાભાઈ રબારી તથા બકુલભાઈ મયૂરભાઈ ઠાકોર (કોળી), અનુસૂચિત જાતિ મોરચામાં પ્રમુખ રવિલાલ નારણભાઈ ગરવા અને મહામંત્રી તરીકે સામજીભાઈ કરશનભાઈ વાણિયા તથા પરસોત્તમભાઈ મગનલાલ મારવાડા, તેમજ લઘુમતી મોરચામાં પ્રમુખ આકીબભાઈ દાઉદભાઈ બાયડ અને મહામંત્રી તરીકે મામદશા ઓસમાણશા શેખ તથા ઇમ્તિયાઝભાઈ ફકીરમામદ સોઢાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, હવે આ નવી ટીમ કચ્છ ભાજપના સંગઠનમાં કેટલી ઉણી ઉતરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.