બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહાશિવરાત્રી મેળા પહેલા પોલીસ સંપૂર્ણ સજ્જ, મેળા દરમિયાન ભક્તોને ડબલ રાહત
Last Updated: 08:49 AM, 9 February 2026
Junagadh Mahashivratri Melo: મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને જૂનાગઢ પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. મેળા પહેલા ભવનાથ વિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા ભવનાથ મંદિર પરિસર, યાત્રા માર્ગો તેમજ અખાડાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસની SOG, BDDS અને ડોગ સ્ક્વોડની વિશેષ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેથી કોઈ પણ શંકાસ્પદ હલચલ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
ADVERTISEMENT

આ ઉપરાંત ભવનાથ ઝોનમાં આવેલી હોટલો, ધર્મશાળાઓ અને રહેવા માટેના અન્ય સ્થળોમાં પણ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. મહાશિવરાત્રી મેળાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે જૂનાગઢ પોલીસ તમામ સ્તરે સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ADVERTISEMENT

મહાશિવરાત્રીના પાવન મેળાને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપ વે સંચાલન દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભક્તોની સુવિધા અને ભીડ નિયંત્રણને ધ્યાનમાં રાખીને રોપ વેની ટિકિટના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રૂ.699ની ટિકિટ મહાશિવરાત્રી મેળા દરમિયાન રૂ.630માં ઉપલબ્ધ રહેશે. જેથી શ્રદ્ધાળુઓને આર્થિક રાહત મળી શકે.
ADVERTISEMENT

આ ઘટાડેલ ભાવ તારીખ 11 થી 15 ફેબ્રુઆરી સુધી કુલ પાંચ દિવસ માટે લાગુ રહેશે. મહાશિવરાત્રી મેળા દરમિયાન વધુમાં વધુ ભક્તો ગિરનાર મહાદેવના સરળતાથી દર્શન કરી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રોપ વે સંચાલને જણાવ્યું છે. આ પહેલથી ગિરનાર આવનારા શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.