બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરેન્દ્રનગરના લખતર APMC ચેરમેનની ચૂંટણી રદ, ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા બાદ નવી ચૂંટણીનો આદેશ

ગુજરાત / સુરેન્દ્રનગરના લખતર APMC ચેરમેનની ચૂંટણી રદ, ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા બાદ નવી ચૂંટણીનો આદેશ

Nidhi Panchal

Last Updated: 10:37 AM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર APMC ચેરમેનની 18 જૂને યોજાયેલી ચૂંટણીને ગાંધીનગરના ચૂંટણી નિયામકે રદ જાહેર કરી છે. ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા સામે આવતાં હવે તાત્કાલિક નવી ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર APMC ચેરમેનની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. 18 જૂનના રોજ યોજાયેલી ચેરમેનની ચૂંટણીને ગાંધીનગરના ચૂંટણી નિયામકે સત્તાવાર રીતે રદ કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા અને નિયમોના ભંગના મુદ્દા સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લખતર APMCમાં ચેરમેનની નવી ચૂંટણી યોજવામાં આવશે.

chutni-rad

મત બદલાવવાના મુદ્દે અનેક ફરિયાદો

મળતી માહિતી મુજબ, પંચાયતના વિવાદાસ્પદ મત બદલાવવાના મુદ્દે અનેક ફરિયાદો કરવામાં આવી હતી. ચૂંટણી બાદ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો, જ્યાં હારેલા ઉમેદવાર ખુશાલ પટેલે પુરાવા સાથે રજૂઆત કરી હતી. રજૂઆતમાં ચૂંટણી દરમિયાન નિયમોનું પાલન ન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી ગેરહાજર

ચૂંટણી દરમિયાન સરકારના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી ગેરહાજર રહ્યા હતા. આ મુદ્દો પણ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ બન્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરી સરકારી દેખરેખ ન હોવાને કારણે નિયમોનું યોગ્ય પાલન થયું નથી.

ભાજપના સત્તાવાર મેન્ડેટ સામે બળવો

આ ચૂંટણીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટ સામે બળવો કરીને વિક્રમસિંહ રાણા ચેરમેન તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ ચૂંટણીના પરિણામને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. હારેલા ઉમેદવાર ખુશાલ પટેલે ગાંધીનગરમાં તમામ પુરાવાઓ સાથે ચૂંટણી પ્રક્રિયાની તપાસ કરવાની માંગ કરી હતી.

ચૂંટણી નિયામકે સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરી

ગાંધીનગર ખાતે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ચૂંટણી નિયામકે સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. તપાસ દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં ખામી હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવ્યું હતું. તેના આધારે 18 જૂનની ચૂંટણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી નિયામકે હવે તાત્કાલિક અસરથી નવી ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. આગામી ચૂંટણીમાં તમામ નિયમોનું પાલન થાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : સ્માર્ટહોમ્સએ “ગ્રીન સ્માર્ટહોમ્સ ગ્રીન ધોલેરા” પહેલ શરૂ કરી, ૫ લાખથી વધુ વૃક્ષોના વાવેતરને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ

આ સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાએ પણ વિસ્તરણ અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની તપાસ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અધિકારીની ગેરહાજરી અને અન્ય અનિયમિતતાઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જેથી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે. લખતર APMCની ચૂંટણી રદ થતાં હવે સમગ્ર જિલ્લાની રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. નવી ચૂંટણીમાં કોણ મેદાનમાં રહેશે અને શું પરિણામ આવશે તેના પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

APMC Election Surendranagar News Lakhtar APMC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ