બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Preparations for Lok Sabha elections in Gujarat begin, checking of EVMs and VVPATs begins in the state from today

Lok Sabha Election 2024 / ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓનો શુભારંભ, આજથી રાજ્યમાં EVM અને VVPATનું ચેકિંગ શરૂ

Malay

Last Updated: 08:27 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: આજથી રાજ્યમાં EVM અને વીવીપેટનું ફર્સ્ટ લેવલનું થશે ચેકિંગ, કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદાર સહિત અન્ય કર્મચારીઓને સોંપાઈ જવાબદારી

 

  • ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ
  • EVM અને વીવીપેટનું ચેકિંગ થશે 
  • EVM-વીવીપેટનું ફર્સ્ટ લેવલનું થશે ચેકિંગ 

Lok Sabha Election 2024: દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ ગઈ છે. તમામ રાજકીય પક્ષો રણનીતિ બનાવવા લાગી ગયા છે. આ વચ્ચે હવે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજથી રાજ્યમાં EVM અને વીવીપેટનું ફર્સ્ટ લેવલનું ચેકિંગ થશે.  

sc-increases-vvpat-verification-from-one-evm -per-constituency-to-5-in-general-elections

કલેક્ટર સહિતના અધિકારીઓને જવાબદારી સોંપાઈ
રાજ્યના તમામ જિલ્લાને ફાળવવામાં આવેલા EVM અને VVPAT ની ચકાસણી કરવા સૂચન અપાયું છે. આ માટે કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદાર સહિત અન્ય કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે ઇવીએમના ફર્સ્ટ લેવલ ચેકિંગનું સીધું વેબ કાસ્ટિંગ કરાશે. તમામ જિલ્લાના મામલતદાર, નાયબ મામલતદાર અને રેવેન્યુ તલાટીઓ બે સપ્તાહ માટે ઇવીએમ મશીનોની ચકાસણી કામગીરીમાં જોતરાઈ જશે.

40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા 
આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી એટલે કે 3 ઓક્ટોબરથી ગુજરાતભરમાં EVM અને વીવીપેટના ફર્સ્ટ લેવલની ચકાસણીની કામગીરી શરૂ થનાર છે. આ માટે ભેલના એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા છે. ભેલના 40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા છે. 

ચૂંટણીમાં છેડછાડ રોકવા ચૂંટણી પંચે ઉઠાવ્યું મહત્વનું પગલું, EVM માં કરવામાં  આવ્યો આ મોટો ફેરફાર | panchayat election 2021 every evm will have id number  dm and commission will ...

અધિકારીઓને અપાયા આદેશ 
એન્જિનિયરો દ્વારા ઈવીએમ-વીવીપેટમાં ક્યાં ખામી છે તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદારને ઈવીએમ અને વીવીપેટની ચકાસણી 25 દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ પણ અપાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ