બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Pregnant minor girl refuses to file rape FIR, court orders medical assistance for her

ન્યાયિક / સગીર છોકરા-છોકરીએ સંબંધથી બાળક રાખી દીધું, ડિલિવરી માટે કોઈ તૈયાર ન થતાં મોટો નિર્ણય

Hiralal

Last Updated: 08:31 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે મુંબઈની જેજે હોસ્પિટલને 17 વર્ષની છોકરીની ડિલિવરી કરાવીને તેની સંભાળ લેવાનો ઓર્ડર કર્યો છે.

મુંબઈમાં 17 વર્ષની સગીર છોકરી કોલેજમાં ભણતા સગીર છોકરાથી ગર્ભવતી બની હતી જોકે તેમની વચ્ચેનો આ સંબંધ સહમતિથી જ બંધાયો હતો. સગીરા બાળકને જન્મ આપવા માગે છે પરંતુ કેટલીક હોસ્પિટલોએ ડિલિવરી માટે તેને ના પાડી દીધી. ના પાડવાનું કારણ એ હતું કે સગીરાએ આરોપી છોકરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી પરંતુ સંબંધ સહમતિવાળો હોવાથી છોકરી પોલીસ કેસ દાખલ કરવા માગતી નથી આથી છોકરીએ માતાએ હાઈકોર્ટ પાસે ધા નાખી હતી. હાઈકોર્ટે તેની વાત ધ્યાનમાં લઈને મુંબઈની સરકારી જેજે હોસ્પિટલમાં 17 વર્ષની ગર્ભવતી યુવતીને સારવાર કરાવવાનો આદેશ આપ્યો હતો. 

વધુ વાંચો : 'કપડાં ઉતાર અને કેમેરા સામે ઊભી રહી જા'... કાળજું કંપાવી દેશે મહિલા વકીલની આપવિતી

હાઈકોર્ટે જેજે હોસ્પિટલને છોકરીની ડિલિવરીનો કર્યો આદેશ 
યુવતીએ તેની માતા દ્વારા દાખલ કરેલી અરજીમાં, હાઈકોર્ટને જણાવ્યું હતું કે હોસ્પિટલોએ તેની સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે જે છોકરા સાથે સંબંધમાં હતી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માંગતી ન હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે છોકરી અને છોકરા વચ્ચે સહમતિથી સંબંધ છે. છોકરો પણ 17 વર્ષનો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તબીબી સારવારનો ઇનકાર યુવતીના બંધારણમાં જણાવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સરકારી વકીલ પૂર્ણિમા કંથારિયાએ ન્યાયાધીશ જી એસ કુલકર્ણી અને ફિરદોશ પૂનીવાલાની ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે, યુવતી અહીંની જેજે હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે.

જન્મ બાદ બાળકને દત્તક અપાશે 
જો કે વકીલે જણાવ્યું હતું કે યુવતીએ ઇમરજન્સી પોલીસ રિપોર્ટ રજૂ કરવો પડશે જેમાં જણાવાયું છે કે તે છોકરા સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા માંગતી નથી. અરજદારના વકીલે કોર્ટને માહિતી આપી હતી કે યુવતી ગર્ભપાત કરાવવા માંગતી નથી અને બાળકને જન્મ પછી દત્તક લેવા માટે મૂકવામાં આવશે. હાઈકોર્ટના આદેશ બાદ હવે જેજે હોસ્પિટલ છોકરીની ડિલિવરી તેને ત્યાં કરાવશે અને માતા તથા બાળકની સંભાળ લેશે અને ત્યાર બાદ બાળકને દત્તક આપવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ