બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Pragnesh Patel, the father of the accused, applied for bail in the court on medical grounds, which was rejected by the court.

BREAKING / ઇસ્કોન ઓવરબ્રિજ કેસ: તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને ફરી ઝટકો, ગ્રામ્ય કોર્ટે જામીન અરજી કરી નામંજૂર, જેલમાંથી છૂટવા કાઢ્યું હતું આવું બહાનું

Dinesh

Last Updated: 05:30 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ગાડી ચલાવી 9 લોકોનાં જીવ લેનાર તથ્ય પટેલ જેલમાં છે બીજી તરફ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા મેડીકલનું કારણ આપી કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી દીધી છે

  • તથ્યના પિતાની જામીન અરજી પર સુનાવણી
  • આરોપી પ્રજ્ઞેશ પટેલને ગ્રામ્ય કોર્ટથી ઝટકો
  • પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી


અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને ઝટકો આપ્યો છે, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.

પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર કરી હતી જામીન અરજી
કેન્સરની સારવાર માટે પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન અરજી કરી હતી. જે બાબતે અગાઉ પણ પ્રજ્ઞેશ પટેલે કોર્ટેમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ મુકાયો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી. જે સમગ્ર બાબતને લઈ આરોપી પ્રજ્ઞેશ પટેલને ગ્રામ્ય કોર્ટે ઝટકો આપ્યો છે અને જામીન અરજી નામંજૂર કરી છે.

કેન્સરનાં બહાનાં હેઠળ જામીન અરજી કરી હતી
મોઢામાં કેન્સરનાં બહાનાં હેઠળ તથ્યનાં પિતાએ જામીન માંગ્યા હતા. જે બાબતે કોર્ટેમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ મુકાયો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી. 

પ્રજ્ઞેશ પટેલ કોણ છે
એકસાથે 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો હોવાનું સામે આવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે, અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હતો. આપને જણાવી દઈએ કે, પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. નવેમ્બર 2020માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ