બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / postpone or cancel ipl matches in view of coronavirus transmission threat says maharashtra health minister

Coronavirus / કોરોનાનો કહેર : મહારાષ્ટ્રના મંત્રીનું IPLને લઈને ચોંકાવનારું નિવેદન, ખાલી સ્ટેડિયમમાં પણ યોજાઈ શકે છે

Published By: Mehul

Last Updated: 10:32 PM, 11 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં આ બીમારીથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 60 સુધી પહોંચી ગઇ છે. કોરોના વાયરસને પગલે ઇન્ડિયન પ્રીમિયર લીગ પર ખતરો મંડરાઇ રહ્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે પણ કહ્યું કે આ હાલતમાં આઇપીએલને લઇને રાજ્ય સરકારે મોટો નિર્ણય લેવો પડી શકે છે.

  • મુંબઇમાં બે લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે
  • કેરળમાં અત્યાર સુધીમાં 9 મામલા સામે આવ્યા છે


ટોપે બુધવારે કહ્યું કે રાજ્ય્માં કોરોના વાયરસની સ્થિતિને જોતા સરકાર પાસે બે વિકલ્પ છે. આઇપીએલ મેચોને સ્થગિત કરવી અથવા તેઓને ટીવી દર્શકો સુધી સીમિત રાખવા. એટલે કે મહારાષ્ટ્રમાં યોજનારી મેચોમાં દર્શકોને મેદાનમાં જવાની મંજૂરી નહીં હોય. લોકો માત્ર ટીવી પર મેચ જોઇ શકશે. 

દુનિયાભરમાં કહેર વરસાવી રહેલા કોરોના વાયરસ ભારતમાં પણ ધીરે-ધીરે ફેલાઇ રહ્યો છે. મુંબઇમાં બે લોકો કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત જોવા મળ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે મુંબઇમાં કોરોના વાયરસનો આ પહેલો મામલો છે. તેની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ સાત મામલાઓ સામે આવી ચૂક્યા છે.

 

આ બે કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 62 થઇ ગઇ છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં જે લોકો કોરોના વાયરસના પરીક્ષણમાં પોઝિટિવ જોવા મળ્યા છે, તેમની સ્થિતિ સ્થિર છે અને યાત્રાળુ પર દેખરેખ વધારવા માટે એરપોર્ટ અને પોર્ટ પર એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. તેઓએ લોકોને ભીડ વાળી જગ્યાઓ, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોથી બચવાની અપીલ કરી છે. 


આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી હતી કે દિલ્હી અને રાજસ્થાનમાં કોરોના વાયરસથી સંક્રમણના એક-એક કેસ સામે આવ્યા બાદ બુધવાર સુધીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 60 થઇ ગઇ હતી. મંત્રાલયે કહ્યું કે તેમાં દિલ્હીમાં પોઝિટિવ આવેલા 5 મામલાઓ અને ઉત્તર પ્રદેશના 9 લોકો સામેલ છે. જેમને બુધવારે સંક્રમણની પુષ્ટી થઇ છે. જ્યારે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કોવિડ-19ના ક્રમશ: 4 અને 2 મામલાઓ સામે આવ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે અનુસાર લદ્દાખમાં પણ 2 લોકો કોરોના વાયરસથી પોઝિટિવ મળ્યા છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, જમ્મૂ કાશ્મીર, પંજાબમાં સંક્રમણના એક-એક મામલા સામે આવ્યા છે. કેરળમાં અત્યાર સુધીમાં 9 મામલા સામે આવ્યા છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Mumbai National News મહારાષ્ટ્ર coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ