બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 10:59 AM, 21 October 2021
ADVERTISEMENT
તમે ઓછું રોકાણ કરીને પણ વધુ પૈસા કમાઈ શકો છો. તેના માટે તમારે બેસ્ટ રોકાણનું પ્લાનિંગ કરવાની સમજ હોવી જોઈએ. જો તમે યોગ્ય રીતે રોકાણ કરો તો રોજ 50 રૂપિયા કરીને થોડાં જ વર્ષોમાં 35 લાખ રૂપિયા જમા કરી શકો છો. ઇન્ડિયન પોસ્ટની ગ્રામ સુરક્ષા યોજના એક એવો વિકલ્પ છે, જેમાં ઓછાં જોખમ સાથે સારું વળતર મેળવી શકાય છે. ગ્રામ સુરક્ષા યોજના હેઠળ, બોનસ સાથે વીમાની રકમ 80 વર્ષની ઉંમરે અથવા મૃત્યુના કિસ્સામાં કાનૂની વારસદાર/નોમિનીને મળી જાય છે.
નિયમો અને શરતો શું છે?
ADVERTISEMENT
19થી 55 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક ગ્રામ સુરક્ષા યોજના લઈ શકે છે. આ યોજના હેઠળ, તમે ઓછામાં ઓછા 10,000થી 10 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. પ્લાનની પ્રીમિયમ ચુકવણી માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક રાખી શકાય છે. પ્રીમિયમ ભરવા માટે ગ્રાહકને 30 દિવસની છૂટ આપવામાં આવે છે. પોલિસી ટર્મ દરમિયાન ડિફોલ્ટના કિસ્સામાં ગ્રાહક પોલિસીને ફરી શરૂ કરવા માટે બાકી પ્રીમિયમ ચૂકવી શકે છે.
લોન પણ મળે છે
ગ્રામ સુરક્ષા વીમા યોજના લોન સુવિધા સાથે આવે છે, જે પોલિસી ખરીદ્યાના ચાર વર્ષ પછી લઈ શકાય છે. ગ્રાહક 3 વર્ષ પછી પોલિસી સરેન્ડર કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. જોકે, એ કિસ્સામાં તેની સાથે કોઈ ફાયદો નહીં મળે. પોલિસીની સૌથી મોટી ખાસિયત ઇન્ડિયા પોસ્ટ દ્વારા આપવામાં આવેલું બોનસ છે અને છેલ્લે જાહેર કરાયેલ બોનસ વાર્ષિક 65 રૂપિયા દર 1000 રૂપિયા પર મળે છે.
મેચ્યોરિટી પર બેનેફિટ
જો કોઈ 19 વર્ષની ઉંમરે 10 લાખની ગ્રામ સુરક્ષા વીમા યોજના ખરીદે છે, તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1,515 રૂપિયા, 58 વર્ષ માટે 1,463 રૂપિયા અને 60 વર્ષ માટે 1,411 રૂપિયા હશે. પોલિસી ખરીદનારને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયાનો મેચ્યોરિટી બેનિફિટ મળશે. 60 વર્ષ માટે મેચ્યોરિટી બેનિફિટ 34.60 લાખ રૂપિયા હશે.
માહિતી ક્યાંથી મળશે
નોમિનીના નામ અથવા ઇમેલ આઇડી અને મોબાઇલ નંબર જેવી અન્ય વિગતોમાં કોઈપણ અપડેટના કિસ્સામાં ગ્રાહક નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે. ગ્રાહકો ટોલ ફ્રી હેલ્પલાઇન 1800 180 5232/155232 અથવા સત્તાવાર વેબસાઇટ www.postallifeinsurance.gov.inનો પણ સંપર્ક કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.