ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / post office monthly income scheme gives rupees 5000 monthly income

કામની વાત / પોસ્ટ ઓફિસની માલામાલ સ્કીમ: દર મહિને મેળવી શકો છો 5000નું રિટર્ન, જાણો કેવી રીતે

Published By: Premal

Last Updated: 07:41 PM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ રોકાણની દ્રષ્ટિએ વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ જ કારણ છે કે આવા લોકો જોખમ લેવા માગતા નથી. તેઓ નાની બચત યોજનાઓમાં સારું રોકાણ કરે છે.

ADVERTISEMENT

  • નાની બચત યોજનાઓ રોકાણની દ્રષ્ટિએ વધુ સુરક્ષિત
  • પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં મળે છે ગેરંટેડ રિટર્ન
  • 5 વર્ષ બાદ તમને ગેરંટેડ માસિક આવક મળવા લાગશે

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 6.6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે 

સરકાર સમર્થિત હોવાના કારણે તેના પર વધુ ભરોસો હોય છે. આ સાથે તેમાં રિટર્ન પણ નિશ્ચિત મળે છે. તેથી તેમાં રોકાણ કરનારા લોકોને ખબર હોય છે કે મેચ્યોરિટી પર તેમને કેટલા પૈસા મળશે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના પણ એક એવી યોજના છે, જેમાં ગેરંટેડ રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 6.6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. આ સ્કીમ પાંચ વર્ષ બાદ મેચ્યોર થાય છે. એટલેકે 5 વર્ષ બાદ તમને ગેરંટેડ માસિક આવક મળવા લાગશે. જેને પાંચ વર્ષ બાદ વધુ પાંચ વર્ષ માટે આગળ વધારી શકાય છે. જો પાકતી મુદ્દત પહેલા એકાઉન્ટ હોલ્ડરનુ મોત થાય છે અને તેના પૈસા નૉમિનીને આપી દેવામાં આવશે. પોસ્ટ ઑફિસ મંથલી ઈન્કમ સ્કીમમાં માત્ર 1000 રૂપિયામાં એકાઉન્ટ ખોલી શકાય છે. 

પાંચ હજાર રૂપિયા માસિક ઈન્કમ

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં 6.6 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો કોઈ રોકાણકારે તેમાં જોઈન્ટ એકાઉન્ટ દ્વારા 9 લાખ રૂપિયાનુ રોકાણ કર્યુ છે તો વાર્ષિક 6.6 ટકાના દરથી તેને 59,400 રૂપિયા મળશે. જો એક મહિનાના હિસાબે જોઈએ તો આ 4950 રૂપિયા હોય છે. આ રોકાણકાર દર મહિને લઇ શકે છે. આ માત્ર વ્યાજની રકમ છે, રોકાણ કરનારની મૂળ રકમ એમની એમ રહેશે.

કેટલુ કરી શકે છે રોકાણ

પોસ્ટ ઓફિસની મંથલી ઈન્કમ સ્કીમ હેઠળ સિંગલ અને જોઈન્ટ, બંને એકાઉન્ટ ખોલી શકાય છે. જેમાં સિંગલ એકાઉન્ટમાં મહત્તમ 4.5 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટમાં મહત્તમ 9 લાખ રૂપિયાનુ રોકાણ એક માણસ કરી શકે છે. આ યોજનામાં કોઈ પણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે, જેની ઉંમર 18 વર્ષથી વધુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Monthly Income Post Office Small Saving Schemes પોસ્ટ ઓફીસ post office

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ