ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / post office kisan vikas patra scheme minimum 1000 rs invest and give double return

કમાણી / પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ગેરંટી સાથે તમારા પૈસા થઈ જશે ડબલ, માત્ર 1000 રૂપિયાથી શરૂ કરો રોકાણ

Published By: Noor

Last Updated: 09:41 AM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોકાણ કરવું એ એક સારી આદત છે, પૈસા એવી જગ્યાએ રોકાણ કરો જ્યાં સુરક્ષિત રહે અને રિટર્ન પણ સારું મળે. આજે અમે તમને એવી જ સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ.

ADVERTISEMENT

  • રોકાણ કરવું એ એક સારી આદત છે
  • પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે બેસ્ટ
  • ડબલ રિટર્ન મેળવવા પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ

આ પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) યોજના છે. કિસાન વિકાસ પત્ર એ ભારત સરકારની વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ યોજના છે, જ્યાં તમારા પૈસા એક નિશ્ચિત સમયગાળામાં ડબલ થાય છે. કિસાન વિકાસ પત્ર દેશની તમામ પોસ્ટ ઓફિસ અને મોટી બેંકોમાં હાજર છે. આ સ્કીમમાં 124 મહિના માટે રોકાણ કરવાનું હોય છે. જેમાં તમારા દ્વારા રોકાણ કરેલાં પૈસા ડબલ થઈ જાય છે. આ સ્કીમમાં સરકાર 6.9 ટકા વ્યાજ આપે છે. તમે આમાં સિંગલની સાથે જોઈન્ટમાં પણ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. 

કોણ રોકાણ કરી શકે છે?

કિસાન વિકાસ પત્ર (KVP)માં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. જેમાં સિંગલ એકાઉન્ટ અને ડબલ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. આ યોજના નાના બાળકો માટે પણ લાગુ કરવામાં આવી છે. આ સ્કીમ હિદું અવિભાજિત પરિવાર એટલે કે (HUF) અને (NRI)ને છોડી ટ્રસ્ટ માટે પણ લાગુ કરવામાં આવી છે. કિસાન વિકાસ પત્ર સ્કીમમાં 1000, 5000, 10,000 રૂપિયા તેમજ 50,000 રૂપિયા સુધી ઈન્વેસ્ટમેન્ટ કરી શકાય છે.

વ્યાજ દર 

કિસાન વિકાસ પત્ર યોજનામાં વર્ષ 2021ના પ્રથમ માસમાં વ્યાજ દર 6.9 ટકા નક્કી કરવામાં આવ્યો છે. જે 124 મહીનામાં ડબલ થઈ જશે જો તમે એક મહિનામાં એક લાખ રૂપિયા ઈન્વેસ્ટમેન્ટ કરશો તો મેચ્યોરિટી પર તમને બે લાખ રૂપિયા મળી શકે છે. જેમાં 124 મહિનાનો મેચ્ચોરિટી પીરિયડ રાખવામાં આવ્યો છે. આ સ્કીમ ઈન્કમ ટેક્સ અધિનિયમ 80C હેઠળ આવતી નથી. આ સ્કીમમાં ટીડીએસ કાપવામાં આવતું નથી. 

ટ્રાન્સફર કરવાની પણ સુવિધા છે

જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઈન પિરિયડ રાખવામાં આવ્યો છે. આ સાથે જ
આ પ્રમાણપત્ર એક વ્યક્તિથી બીજામાં ટ્રાન્સફર કરી શકાય છે. તેને એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. તેને દેશની કેટલીક બેંકોમાંથી પણ ઓનલાઇન ખરીદી શકાય છે.

આ દસ્તાવેજોની જરૂર પડશે

આ યોજનામાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે કેટલાંક ડોક્યૂમેન્ટ્સની જરૂર પડે છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોડર આઈડી, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ અને (KVP)ના લેટરની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત બર્થ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kisan Vikas Patra scheme Post Office double return Income

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ