બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Possibility of Naresh Patel joining BJP

BIG NEWS / નરેશ પટેલને લઈને મોટો ધડાકો : કોંગ્રેસને બદલે ભાજપમાં જોડાવાની તૈયારીનો સાંધ્ય દૈનિકે કર્યો દાવો

Vishnu

Last Updated: 04:11 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને મહત્વના સમાચાર, અત્યાર સુધી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો હતી

  • નરેશ પટેલને લઇને સૌથી મહત્વના સમાચાર 
  • ક્યા પક્ષ સાથે જોડાશે તે અંગે એક સર્વે બાદ લેવાના હતા નિર્ણય

યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે દેશની રાજકીય પાર્ટીઓનું ધ્યાન હવે ગુજરાત પર કેન્દ્રીત થયું છે જો કે,  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી એક જ ચર્ચા રાજ્યમાં ચાલી રહી છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કોના ? અનેક અટકળો ચાલી રહી છે પહેલા AAP પાર્ટીમાં જવાની વાતે જોર પકડયું તે બાદ કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે ચર્ચા અને પ્રશાંત કિશોરની રણનીતિમાં પંજો પકડશે તેવુ નક્કી હતું પણ હવે અકિલાના ન્યૂઝના સૂત્રો મારફતથી મોટી ખબર સામે આવી રહી છે કે નરેશ પટેલ ટુંક જ સમયમાં કેસરીયો કરશે એટલે કે ભાજપમાં જોડાશે.

શું છે અકિલા ન્યૂઝનો દાવો?
છેલ્લા બે-ત્રણ મહિનાથી ગામ ગાંડું કરનાર ટીમ નરેશભાઈ પટેલ અને વિવિધ ચર્ચા, મુલાકાતો, કથિત સર્વે સહિતના કથિત નાટકો બાદ હવે જાણકારોના મત મુજબ નરેશભાઈ પટેલ ભાજપ તરફ સંપૂર્ણપણે ઝુકી ગયાનું અને સંભવત આવતા અઠવાડિયે પોતાનો નિર્ણય જાહેર કરી ટીમ નરેશ પટેલ ભાજપની મદદે આવી જશે તેવા સ્‍પષ્ટ અહેવાલો મળે છે એમ કહેવાય છે કે મોટા ભાગની ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને નિર્ણય પર આવતા અઠવાડિયે મંગળ કે બુધવારે લેવાય જાય તેવા નિર્દેશો મળે છે.આગામી ચૂંટણીમાં નરેશભાઈ પટેલ અને મિત્રો સરાજાહેર ભાજપની સાથે આવી જાય તે માટેનું પ્‍લેટફોર્મ અને ચર્ચા પૂર્ણ થઇ ગઈ હોવાનું ચર્ચાય છે ત્‍યારે દિલ્‍હી ખાતે ગઠબંધનનો પ્રસાદ પણ પ્રથમ હરોળના ભાજપના આગેવાનને ત્‍યાં આરોગાઇ ગયા હોવાના પણ અહેવાલ મળે છે.ગઈકાલે પણ શહેરના સંખ્‍યાબંધ પત્રકારો તથા મિત્રોએ નરેશ પટેલનું સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો ફોન ડાયવટ થયેલો હતો જોકે નરેશભાઈનું લોકેશન ગાંધીનગર આવી રહ્યા હોવાનું મનાતું હતું ગઈકાલે પણ સ્‍થાનિક ટોચના આગેવાનો સાથે મીટીંગ થયાનું મનાઈ છે.

જાણકારોના મત મુજબ ગુજરાતના રાજકારણને જોરદાર અસર કરતા નિર્ણય માટે હવે કાઉન્‍ટ ડાઉન શરૂ થઇ ગયું છે અને હવે ટીમ નરેશ પટેલ આગામી અઠવાડીયે ભાજપની સાથે તન-મન-ધનથી અને ખંભેખભા મિલાવી કામ કરવાનો નિર્ણય જાહેર કરશે તેવું નિતિ જણાય છે.

કોંગ્રેસને લાગશે ઝટકો! 
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, આ પહેલા અનેકવાર તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળો વહેતી થઈ હતી. જે બાદ કોંગ્રેસના અનેક નેતાઓ ગેલમાં આવી ગયા હતા અને પોતાની સીટ પણ કુરબાન કરી દેવા સુધીના દાવાઓ કરી રહ્યા હતા. જોકે હવે જો નરેશ પટેલ ભાજપમાં જોડાય તો કોંગ્રેસને તમામ પાસા ઉંધા પડતાં દેખાશે.

નરેશ પટેલ કોણ છે?

  • 2008-09માં લેઉઆ પાટીદારોના કુળદેવીનું કાગવડ ખાતે મંદિર બનાવવાના માધ્યમથી નરેશ પટેલ ચર્ચામાં આવ્યા
  • ખોડલધામ એ લેઉઆ પાટીદાર સમાજની આસ્થા જ નહીં,પરંતુ સામાજિક શક્તિનું પણ કેન્દ્ર
  • નરેશ પટેલ ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી છે
  • નરેશ પટેલ આ સાથે કેટલીક સામાજિક અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે
  • 2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં, ત્યારે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં
  • નરેશ પટેલનો જન્મ અને ઉછેર રાજકોટમાં જ થયો છે
  • નરેશ પટેલે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કર્યો છે
  • નરેશ પટેલ પિતા દ્વારા સ્થાપિત બ્રાસપાર્ટ તથા બૉલબેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે
  • નરેશ પટેલની કંપની વિદેશમાં પણ નિકાસ કરે છે
  • નરેશ પટેલ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની નજીકના છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ