બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar Police appeals to public, Don't post anti-caste on social media

પોરબંદર / ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કરતાં પહેલા 100 વખત વિચારી લેજો, પોલીસે આપી આ ચેતવણી

Vishnu

Last Updated: 11:41 PM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પોલીસ નજર રાખી રહી છે જો કોઈ ધર્મ જ્ઞાતિને લઇ વિવાદિત પોસ્ટ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની હામ પણ ભરી છે.

  • ધંધુકામાં થયેલ હત્યાના તાર પોરબંદર સુધી પહોચ્યા
  • પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને કરાઈ અપીલ
  • સોશિયલ મીડિયામાં ધર્મ-જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ ન મુકવા પોલીસની અપીલ

ધંધુકામાં થયેલ હત્યાના તાર પોરબંદર સુધી પહોચ્યા છે કારણ કે આજે મૌલાના દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ બાદ ATSના SP ઈમ્તિયાઝ શેખે કેસની તપાસ અંગે મહત્વના ખુલાસા કર્યા હતા જેમાં કહ્યું હતું કે જમાલપુરનો મૌલવી અયુબ સાજન નામના યુવકની હત્યા કરવા પોરબંદર ગયો હતો. જેથી પોરબંદર પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. અને જાહેર જનતાને ચેતવણીરૂપી અપીલ કરી ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મૂકવા અપીલ કરી હતી.

વિવાદિત પોસ્ટ મુકશો તો કાયદેસરની કડક કાર્યવાહી થશે: પોરબંદર પોલીસ
પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને કરાઈ અપીલ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં ધર્મ-જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ ન મુકવામાં આવે અને જો કોઈ પણ જિલ્લામાં આ હરકત કરશે તો હવે પોલીસ ધર્મ-જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ મુકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે તેવી ચીમકી પણ અસામાજિક તત્વોને આપી છે. પોરબંદર પોલીસ દ્વારા વિવિધ ટિમો પણ બનાવવામાં આવી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પોલીસ હાલ વોચ રાખી રહી છે.

પોરબંદરમાં અન્ય 1 હત્યાનો હતો પ્લાન
ATSના SP ઈમ્તિયાઝ શેખના જણાવ્યા અનુસાર આ સિવાય પોરબંદરમાં પણ 2021ના મે મહિનામાં સાજન નામના યુવકે પેગંબર નામે વિવાદિત પોસ્ટ કરી હતી. તેની પણ હત્યાનું કાવતરું કર્યું હતુ અને હત્યાના ઈરાદે ખૂદ મૌલવી એયુબ પોરબંદર ગયો હતો પણ અને રેકી કરી હતી. પણ ત્યાં મળ્યો ન હોવાથી આરોપી મૌલવી એયુબ પરત ફર્યો હતો. એટલે 1 નહીં પણ 2 હત્યા કરવાનો પ્લાન હતો પણ એક સફળ રહ્યો ન હતો.

શૂટર તરીકે કર્યો આરોપીનો ઉપયોગ
પત્રકાર દ્વારા પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો કે શું આ મૌલનાઓ શબ્બિર ચોપડા નો શૂટર તરીકે ઉપયોગ કરતાં હતા તે બાબતે ઈમ્તિયાઝ શેખ, SP - ATSએ જવાબ આપતા કહ્યું હતું કે હા હાલ જેટલી તપાસ થઈ તે પરથી કહી શકાય.

અત્યારસુધી 6 આરોપીની ધરપકડ થઈ 
ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યાના ગુજરાતભરમાં પડઘા પડી રહ્યાં છે. જો કે હવે આ કેસના તાર ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. મૌલાનાને દિલ્લીથી અમદાવાદ ATS લાવામાં આવ્યો છે. મૌલાના કમરગની ધરપકડથી મોટા ખુલાસા થઈ શકે છે.

 

આસિફ સમાં નામના વ્યક્તિએ મૌલવીના કહેવાથી હથિયાર આપ્યા
ઘટનાની તપાસ પર પ્રકાશ પાળતા ATSના SP ઈમ્તિયાઝ શેખે કહ્યું હતું કે દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી છે. મૌલાનાએ કમર ગનીએ ગુજરાતના અનેક શહેરોની મુલાકાત લીધી હતી. આરોપી શબ્બિર ચોપડા, ઇમ્તિયાઝની ધરપકડ બાદ તેમણે મૌલાનાના નામ કબૂલયા હતા. હત્યા કરવાની દૂષપ્રેરણા અને હથિયાર પણ જમાલપુરના મૌલવી એયુબે આપ્યા હતા. આ મૌલાના અયુબ રાજકોટના આસિફ સમાં નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતા અને ત્યાંથી હથિયાર લાવી શબ્બિરને આપ્યા હતા. 

પેગંબર વિષે ગમે તે બોલે છે તેની એક જ સજા છે મોત: મૌલવી એયુબે આરોપીને કહેલી વાત
આરોપી શબ્બિર ચોપડા  મૌલવી કમરગની ઉસ્માની જે તહેરીકે ફરોકે ઇસ્લામી નામનું સંગઠન ચલાવે છે જે તેના કાર્યો અને ઘર્મને લઈ ઈન્સ્ટાગ્રામ પેજ પર અપડેટ આપે છે. એક પોસ્ટ દ્વારા આરોપી શબ્બિર ચોપડા કમરગનીથી પ્રેરિત થયો હતો અને તે મળવા દિલ્હી પણ ગયો હતો જ્યાં તેણે વિવાદિત પોસ્ટ વિષે જણાવી આરોપીને શબખ શીખવાડવા માંગતો હોવાની વાત કહી હતી.  કમરગનીએ તેણે આ માટે મૌલવી એયુબેને મળવાનું કહ્યું હતું તે મદદ કરશે તેવી વાત કરી હતી. મુલાકાત દરમિયાન આરોપીને મૌલવી એયુબે કહ્યું હતું કે જો કોઈ પેગંબર વિષે ગમે તે બોલે છે તેની એક જ સજા છે મોત. આમ આરોપીને ઉશ્કેરી હત્યા માટે પ્રેરિત કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ