બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / pomegranate is benefit in digestion, eat daily one pomegranate and you will stay away form major disease

હેલ્થ / પાચન નહીં રહે તકલીફ, માત્ર આ એક ફળ માત્ર સાત દિવસ ખાઓ અને રોગ ભૂલી જાઓ

Priyakant

Last Updated: 06:37 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશક્તિ, થાક અને તણાવનો સતત અનુભવ કરતા હોવ તો, માત્ર 7 દિવસ રોજ એક દાડમ ખાઓ અને અઠવાડિયા તમે અનુભવશો હકારાત્મક પરિણામો.

કુદરતે આપણા  શરીરને જરૂરી પોષણ મળી રહે. તે માટેનું સુયોગ્ય આયોજન કર્યું છે. બસ તેણે ઓળખવાનીની જરૂર છે. જો કુદરતના ખોળે તમે રહો તો, તમારે ક્યારે ડોક્ટરના આટલે જવાનું ન થાય. આજકાલ  સૌ કોઈ એક જ બુમો પાડતા હોય છે. થાક બહુ લાગે છે, શરીરમાં અશક્તિ બહુ લાગે છે. આ તમામ પ્રકારની તકલીફો માત્ર  સાત દિવસમાં દૂર થઈ જશે કઈ રીતે આવો જાણીએ.

જો તમે અશક્તિ, થાક અને તણાવનો સતત અનુભવ કરતા હોવ તો, માત્ર 7 દિવસ દરરોજ એક દાડમ ખાઓ, અને એક જ અઠવાડિયા તમે તેના હકારાત્મક પરિણામો અનુભવશો. 
દાડમ ખાવાના ઘણા ફાયદા છે. તેનાથી શરીરમાં ત્વરીત ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિના વાળ વધુ પડતા ખળતા હોય તો તેણે દાડમનું સેવન કરવું જોઈએ. 

દાડમ ખાવાના ઘણા ફાયદા છે 

વર્ષ દરમિયાન મળતુ ફળ છે. આ ફળના ફાયદા અનેક છે. દાડમામાં ફાઈબર, વિટામીન અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. આ  સાથે  પાચન માટે પણ દાડમ સર્વોત્તમ માનવામાં આવે છે. માત્ર 7 દિવસ સુધી દાડમ ખાવાથી શરીરમાં અને ફાયદા થાય છે. 

હાઈ બીપીના દર્દીઓ માટે ફાયદાકારક

જે વ્યક્તિ  હાઈ બ્લડ પ્રેશરથી પરેસાન છે. તે લોકો માટે દાડમ રામબાણ છે. હાઈ બીપીના  દર્દીઓએ દાડમ અવશ્ય ખાવું જોઈએ. દાડમમાં પ્યુનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ ઉપરાંત  ટ્રાઈગ્લિસરાઈડને પણ ઘટાડે છે. જેનાથી નસો ચોખ્ખી થાય છે અને હાઈ બીપી કંટ્રોલમાં રહે છે. 
તણાવ ઘટાડે છે.

જે લોકો દાડમનો રસ અથવા રોજ એક દાડમ ખાય છે, તે લોકોનો તણાવ નિયંત્રણમાં રહે છે. દાડમમાં રહેલું ઓક્સિડેટીવ તણાવ ઘટે છે. જેનાથી માનસિક તાણ ઓછી થાય છે. કોર્ટિસોલનું સ્તરમાં પણ ઘટાડો થાય છે. જેના કારણે વ્યક્તિને ઊંઘ સારી રીતે આવે છે. સ્ટ્રેસ હોર્મોન્સ પણ ઓછા થાય છે.

વધુ વાંચો: મોટાપાથી છો પરેશાન, તો રોજ સવારમાં ઉઠીને તુરંત કરો આ ચીજનું સેવન, થશે અગણિત ફાયદા

સ્ટેમિના પણ વધે છે. 

દાડમ ખાવા કે તેનો રસ પીવાથી સ્ટેમિના વધે છે. તેમાં ફ્લેવોનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં સોજા ઓછો થાય છે. હાડકા સંબંધિત સમસ્યાઓ પણ રાહત મળે છે.  આ બધા ઉપરાંત ઓસ્ટિઓઆર્થરાઈટીસનું જોખમ પણ દાડમના કારણે ઘટે છે. આ ઉપરાંત  સુસ્તી અને નબળાઈ અનુભવતા હોય તેમના માટે દાડમ ટોનીકથી વધારે છે. 
દાડમના નિત્ય સેવનથી પાચનતંત્ર મજબૂત થાય છે. અને શરીરનું ઓજસ અને ચહેરાના તેજમાં ઉત્તરોઉત્તર વધારો થાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ