બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming makhana relieves these problems

સ્વાસ્થ્ય / મોટાપાથી છો પરેશાન, તો રોજ સવારમાં ઉઠીને તુરંત કરો આ ચીજનું સેવન, થશે અગણિત ફાયદા

Pooja Khunti

Last Updated: 08:57 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન ઓછું કરવા માટે તમે મખાનાનું સેવન કરી શકો છો. મખાનામાં એન્ટિઓક્સિડેન્ટ, કેલ્શિયમ, ફાયબર, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો હોય છે. જે પાચન ક્રિયાને સુધારે છે.

આજના સમયમાં વધુ પડતાં લોકો સ્થૂળતાના શિકાર બની રહ્યા છે. વજન ઓછું કરવા લોકો શું-શું નથી કરતાં. યોગ, વ્યાયામ અને અન્ય શારીરિક પ્રવૃતિઓ વગેરે, છતાં પણ તેમનું વજન ઓછું થતું નથી. એક વાત યાદ રાખો કે તમારો આહાર યોગ્ય નહીં હોય તો તમે ગમે એટલી કોશિશ કરી લો તો પણ તમારો વજન ઓછું નહીં થાય. વજન ઓછું કરવા માટે તમે મખાનાનું સેવન કરી શકો છો. મખાનામાં એન્ટિઓક્સિડેન્ટ, કેલ્શિયમ, ફાયબર, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો હોય છે. જે પાચન ક્રિયાને સુધારે છે. મખાનામાં એન્ટિ એજિંગ ગુણ હોય છે, જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે. સવારે મખાનાનું સેવન કરવામાં આવે તો તેનાથી અનેક ફાયદાઓ થાય છે. 

મખાના 
એક વાટકી મખાનામાં 5 ગ્રામ પ્રોટીન, 20 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 1.2 મિલિગ્રામ આયર્ન, 52 મિલિગ્રામ કેલ્શિયમ 430 મિલિગ્રામ પોટેશિયમ વગેરે પોષક તત્વો હોય છે. વજન ઘટાડવા માટે દરરોજ સવારે નિયમિત રીતે એક મુઠ્ઠી મખાનાનું સેવન કરવું જોઈએ. મખાના સરળતાથી પછી જાય છે. આ સાથે તમારું પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી તમને વારંવાર ભૂખ પણ નહીં લાગે. 

મખાનાના સેવનથી આ સમસ્યાઓમાં રાહત મળે છે 

પ્રજનન ક્ષમતા વધારે છે 
મખાના શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે ફાયદાકારક છે. મખાનાનું સેવન કરવાથી ગર્ભાવસ્થાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. 

બ્લડ સુગર નિયંત્રિત કરે છે 
ડાયાબિટીસના દર્દીઓએ મખાનાનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. 

વાંચવા જેવું: પ્રકૃતિની ગોદમાં અનમોલ વરદાનરૂપ છે આ 3 જડીબુટ્ટી, સેવન કરવા માત્રથી દૂર થશે અનેક બીમારીઓ

ત્વચા માટે ફાયદાકારક 
સવારે ખાલી પેટ મખાનાનું સેવન કરવામાં આવે તો તમારી ત્વચા ચમકદાર બને છે.

હાડકાને મજબૂત કરે 
મખાના કિડની માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સાથે મખાના કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેથી તે હાડકાને મજબૂત બનાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ