બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These 3 herbs are invaluable boons in the lap of nature
Sanjay Vibhakar
Last Updated: 01:06 PM, 28 February 2024
કુદરતે વ્યક્તિને દરેક એ વસ્તુ આપી છે, જેની તેને જરૂર છે. ભોજન માટે તો કેટલી બધી વસ્તુઓ હાજર છે જ પણ આ સાથે બીમારીઓને દૂર કરવા માટે પણ કેટલીક વસ્તુઓ હાજર છે. તમને હિમાલયમાં દરેક પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ મળી જશે. ખૂબ ઓછા લોકો આ ઔષધિઓનું સેવન કરતાં હોય છે. આજે આવી જ ત્રણ ઔષધિઓ વિશે વાત કરવાની છે. જેના સેવનથી તમે નિરોગી રહેશો. જાણો આ ત્રણ ઔષધિઓ વિશે.
ADVERTISEMENT
શતાવરી
શતાવરીનો ઉપયોગ દવાના રૂપે થાય છે. શતાવરીમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેન્ટ્રી જેવા ગુણ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓને દૂર રાખે છે. શતાવરીમાં એન્ટિ એજિંગ ગુણ હોય છે. જેથી તમારી ત્વચા ચમકદાર બને છે. શતાવરી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો શતાવરીનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો PCOS ની સમસ્યાથી રાહત મળી શકે છે. તમે શતાવરીના પાઉડરને દૂધમાં મિક્સ કરી તેનું સેવન કરી શકો છો.
ADVERTISEMENT
અશ્વગંધા
અશ્વગંધા પર કેટલાક અભ્યાસ પણ કરવામાં આવ્યા છે. અશ્વગંધાને ભારતીય જિનસેંગ કહેવામાં આવે છે. તેના સેવનથી તમારું મૂડ સારું રહે છે. ઘણા લોકો હતાશાને દૂર કરવા માટે અશ્વગંધાનું સેવન કરે છે. અશ્વગંધામાં એન્ટિ એજિંગ ગુણ હોય છે. તે ત્વચામાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. અશ્વગંધાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અશ્વગંધાના સેવનથી પ્રજનન ક્ષમતાની સમસ્યાઓ પણ દૂર થાય છે.
વાંચવા જેવું: બૉડીમાં આ લક્ષણો દેખાય તો તુરંત ચેતી જજો! નહીંતર લિવર થઇ શકે છે ડેમેજ, જાણો ઉપાય
ગુગળ
ગુગળ ખૂબ જ જરૂરી ઔષધિ છે. તેનો ઉપયોગ કેટલીક બીમારીઓને દૂર કરવા માટે થાય છે. ગુગળને મુકુલ મીરના ઝાડમાંથી કાઢવામાં આવે છે. તેમા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ગુગળના સેવનથી તમે વજન પણ ઘટાડી શકો છો. આ સાથે તે થાઇરોઇડ જેવી સમસ્યા માટે પણ ફાયદાકારક છે અને બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરી શકે છે. ગુગળનું સેવન મર્યાદિત માત્રામાં કરો અને આ સાથે ડોક્ટરની સલાહ પણ લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT