બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These symptoms are seen in the body when the liver is damaged

સ્વાસ્થ્ય / બૉડીમાં આ લક્ષણો દેખાય તો તુરંત ચેતી જજો! નહીંતર લિવર થઇ શકે છે ડેમેજ, જાણો ઉપાય

Sanjay Vibhakar

Last Updated: 10:55 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસેને દિવસે દેશમાં લીવરના દર્દીઓ વધી રહ્યા છે. જેમનું વજન વધુ છે અથવા સ્થૂળતા ધરાવતા લોકોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે.

આજે ખરાબ ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે લીવરની સમસ્યાઓ વધી ગઈ છે. દિવસેને દિવસે દેશમાં લીવરના દર્દીઓ વધી રહ્યા છે. જેમનું વજન વધુ છે અથવા સ્થૂળતા ધરાવતા લોકોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે. જેમને લીવરને લગતી સમસ્યા છે, તેમને જલ્દીથી ચેપ લાગી શકે છે, લીવર ખરાબ પણ થઈ શકે છે. લીવર ખરાબ થતાં શરીરમાં આ લક્ષણો જોવા મળે છે. જાણો આ લક્ષણો વિશે. 

ખંજવાળ આવે 
જો તમને શરીરમાં એકદમ ખંજવાળ આવતી હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. રાત્રે હાથ-પગમાં ખંજવાળ આવવી એ ખરાબ લીવરના લક્ષણો છે. તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લો. 

પેટની આજુબાજુના ભાગમાં સોજો આવી જવો 
જ્યારે લીવર ખરાબ થઈ જાય છે ત્યારે પેટમાં પ્રવાહી જમા થવા લાગે છે. જેના કારણે તમારા પેટનો આકાર બદલાઈ જાય છે. આ સાથે પેટની આજુબાજીના ભાગમાં સોજો પણ આવી જાય છે. જો તમને આ લક્ષણો દેખાય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 

તમને ઊલટી થાય છે અને ઊબકા આવે 
જો તમને સતત ઊલટી અને ઊબકા આવતા હોય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. આ લીવર ખરાબ થવાના કારણે પણ થઈ શકે છે. 

પગમાં સોજો ચડવો 
જો તમને પગમાં વારંવાર સોજો આવી જતો હોય અને ખાલી ચડતી હોય તો આ લીવર ખરાબ થવાના કારણે થઈ શકે છે. આ સમસ્યા રાત્રે વધુ જણાય તો તમારે તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 

ઊંઘ ઓછી આવે 
તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. આ સમસ્યા લીવર ખરાબ થવાના કારણે પણ થઈ શકે છે. લીવર શરીરના ઝેરી અને નકામા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. જો લીવર ખરાબ થઈ જાય તો આ પદાર્થ લોહીમાં જમા થવા લાગે છે. જેના કારણે તમને ઊંઘ નથી આવતી. 

વાંચવા જેવું: ડાયાબિટીસની બીમારીને મજાકમાં ન લેતા! બની શકે છે કિડની ફેલનું કારણ, જાણો કેવી રીતે

લીવરને ખરાબ થતાં કેવી રીતે અટકાવી શકાય 
તમારું લીવર સ્વસ્થ રહે તે માટે તમારે દારૂનું સેવન ન કરવું જોઈએ. ખરાબ ખાનપાનની આદત છોડી દો. સ્વસ્થ ખોરાક ખાવ. ફેટવાળા ખોરાકને ખાવાનું ટાળો. જો તમને લીવરને લગતી કોઈ સમસ્યા હોય તો તમારે ડોક્ટરની સલાહ વગર દવા ન લેવી જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Problems Liver problem health tips આરોગ્ય ટિપ્સ ખંજવાળ લીવર Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ