બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / pollution control board notice sent to pepsi coke bisleri patanjali for plastic waste

ફટકાર / CPCBએ કોક, પેપ્સિકો, બિસલેરીને ફટકાર્યો 72 કરોડનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

Dharmishtha

Last Updated: 03:09 PM, 10 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્ટ્રલ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)એ કોક, પેપ્સિકો અને બિસલેરી પર પ્લાસ્ટિક કચરાના ડિસ્પોજલ અને કલેક્શનની જાણકારી સરકારી બોર્ડીને નહીં આપવાના મામલામાં ભારે દંડ ફટકાર્યો છે.

  • બાબા રામદેવની પતંજલિ પર એક કરોડનો દંડ
  • કોક, પેપ્સિકો અને બિસલેરી પર લગભગ 72 કરોડ દંડ લગાવવામાં આવ્યો છે
  • નવ મહિનામાં સૌથી વધારે બિસલેરીનો કચરો

કોક, પેપ્સિકો અને બિસલેરી પર લગભગ 72 કરોડ દંડ લગાવવામાં આવ્યો છે. સીપીસીબીએ બિસલેરી પર 10.75 કરોડ રુપિયા પેપ્સિકો ઈન્ડિયા પર 8.7 કરોડ રુપિયા અને કોકા કોલા બેવરેજીસ પર 50. 66 કરોડ રુપિયાનો દંડ લગાવ્યો છે.

બાબા રામદેવની પતંજલી પર એક કરોડનો દંડ

કોક, પેપ્સિકો અને બિસલેરી ઉપરાંત બાબા રામદેવની કંપની પતંજલિને  પણ દંડ ફટકાર્યો છે. પતંજલિ પર એક કરોડ રુપિયાનની પેનલ્ટી લાગી છે. ત્યારે અન્ય કંપનીઓ પર 85.9 લાખ રુપિયા દંડ લગાવાયો છે.

15 દિવસમાં ભરવાનો છે દંડ

ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક કચરાના મામલામાં એક્સિડેન્ટ પ્રોડ્યૂસર રિસ્પોન્સિબિલિટી (EPR) એક પોલીસીનો માપદંડ છે. જેના આધાર પર પ્લાસ્ટિકનું નિર્માણ કરનારી કંપનીઓનું ઉત્પાદન ડિસ્પોજલની જવાબદારી લેવાની હોય છે. આ સંદર્ભમાં સેન્ટ્રલ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડે કહ્યું કે તમામ કંપનીઓને 15 દિવસોની અંદર દંડની રકમની ચૂકવણી કરવાની રહેશે.

નવ મહિનામાં સૌથી વધારે બિસલેરીનો કચરો

પ્લાસ્ટિકના કચરાના પ્રમાણની વાત કરીએ તો જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2020 સુધી બિસલેરીના પ્લાસ્ટિકનો કચરો લગભગ 21 હજાર 500 ટન રહ્યો છે. એટલા માટે કંપની પર 5 હજાર રુપિયા પ્રતિ ટન હિસાબે દંડ લાગ્યો છે. ત્યારે પેપ્સિકો અને કોકા કોલાનો કચરો ક્રમશઃ 11,194 અને 4417 ટન હતો.

ઓર્ડરની સમીક્ષા કરી રહી છે કંપની - કોક

મામલામાં કોકના પ્રવક્તાએ કહ્યું કે કંપની સમગ્ર કમ્પ્લાયન્સની સાથે પોતાનું ઓપરેશન ચલાવી રહી છે. જેમાં રેગ્યુલેટરી ફ્રેમ વર્ક અને કાયદાના અંતર્ગત કામ કરવામાં આવે છે.  કંપની આ ઓર્ડરની સમીક્ષા કરી રહી છે અને આ સંબંધિત ઓથોરિટીની સાથે આ મામલાને ઉકેલવાનો પ્રયાસ પણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ