બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Polls in 2019 were fought under Modi-Fadnavis but Uddhav betrayed by sitting in Congress' lap- Amit Shah

મહારાષ્ટ્રની રાજનીતિનો કિસ્સો / '2019ની ચૂંટણી પહેલા મેં અને ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો પણ'... અમિત શાહનો ધડાકો

Hiralal

Last Updated: 09:37 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાદંડેમાં ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરીને તેમને દગાબાજ ગણાવ્યાં હતા.

  • મહારાષ્ટ્રના નાદંડેમાં અમિત શાહની રેલી
  • ઉદ્ધવ ઠાકરે પર કર્યાં આકરા પ્રહાર 
  • શાહે ઉદ્ધવ ઠાકરેને દગાબાજ ગણાવ્યાં 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની એક રેલી દરમિયાન શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધ્યું.  શાહે ઠાકરે પર આરોપ લગાવ્યો છે કે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદ માટે ભાજપ સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

ઉદ્ધવની નીતિઓને કારણે પાર્ટી ભાંગી પડી
નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપના આઉટરીચ અભિયાનના ભાગરૂપે નાંદેડમાં એક રેલીને સંબોધતા શાહે કહ્યું હતું કે ભાજપે ગયા વર્ષે ઠાકરેના નેતૃત્વવાળી એમવીએ સરકારને પાડી ન હતી, પરંતુ તે શિવસૈનિકો જ હતા જેઓ ઠાકરેની નીતિઓથી કંટાળી ગયા હતા અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી સાથે જવા તૈયાર નહોતા.

2019ની ચૂંટણી પહેલાં ઠાકરે સાથે વાત કરી હતી
શાહે વધુમાં જણાવ્યું હતું કે "મેં અને તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 2019ની ચૂંટણી પહેલાં ઠાકરે સાથે વાત કરી હતી કે જો એનડીએ જીતશે તો ફડણવીસ ફરી મુખ્ય પ્રધાન બનશે. ઉદ્ધવે આ વાત માની લીધી. જો કે ચૂંટણી પરિણામો બાદ ઠાકરેએ વાયદો તોડીને કોંગ્રેસ-એનસીપીના ખોળામાં બેસી ગયા હતા. 

એકનાથ શિંદેની પાર્ટી જ અસલી શિવસેના 
શાહે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાને પોતાનું ધનુષ અને તીર પાછું મળી ગયું છે અને અસલી શિવસેના કોણ છે તે નક્કી થઈ ગયું છે. તેમણે કહ્યું કે, "હું ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકું છું કે તેઓ ત્રણ તલાક, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, સમાન નાગરિક સંહિતા અને મુસ્લિમો માટે અનામતની પ્રથાને સમાપ્ત કરવા સંમત છે કે કેમ તે અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે. ઠાકરે પર પ્રહાર કરતા શાહે કહ્યું કે, "તમે બે પથ્થરો પર ઉભા રહી શકતા નથી. તમને રાજ્યના લોકો સમક્ષ ઉઘાડા પાડવામાં આવ્યા છે. ગૃહ પ્રધાને કહ્યું કે ઠાકરે કોવિડ -19 રોગચાળા દરમિયાન ઓફિસ ગયા ન હતા જ્યારે પીએમ મોદી દેશવાસીઓને રસી આપી રહ્યા હતા. કોવિડ -19 રોગચાળા દરમિયાન ઓફિસમાં ભાગ ન લેવા બદલ ઠાકરેએ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ