ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / policemen-made-new-pawri-video-said-hum-party-karne-walon-ka-intzaar-kar-rahe-hain-watch-funny-video
ADVERTISEMENT
ADVERTISEMENT
થોડા સમય પહેલા જ એક પાકિસ્તાની વ્લોગર દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરાયો હતો જેમાં તે કહી રહી હતી કે યે હમ હૈ, યે હમારી કાર હૈ, ઔર યહાં પે પાર્ટી હો રહી હૈ... છોકરીના કહેવાના આ અંદાજ પછી આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, અલગ અલગ દેશોના સેલેબ્સથી લઈને સામાન્ય માણસો દરેકે આવા વિડીયો બનાવીને પોસ્ટ કર્યા હતા અને સોશિયલ મીડિયામાં #Pawri ટ્રેન્ડ થયું હતું. આ જ શ્રેણીમાં એક વિડીયો પોલીસ દ્વારા પણ બનાવવામાં આવ્યો છે જે હાલમાં ખૂબ જ ટ્રેન્ડ થઇ રહ્યો છે.
So where is #Pawri tonight 😁😁 pic.twitter.com/UcXrahGGcx
— Pankaj Nain IPS (@ipspankajnain) February 21, 2021
ADVERTISEMENT
આઇપીએસ ઓફિસરના એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યો છે આ વિડીયો
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર આ વિડીયોને આઇપીએસ ઓફિસર પંકજ નૈનના એકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યો છે, આની સાથે જ એક મજેદાર કેપ્શન લખતા તેમણે કહ્યું છે કે," આજ રાત કહાં હો રહી હૈ #Pawri..." આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ત્રણ પોલીસ કર્મી બેઠેલા દેખાઈ રહયા છે, અને તેમની પાસે જ એક પોલીસ જીપ પણ ઉભેલી દેખાઈ રહી છે, જેમાં એક પોલીસ કર્મચારી કહેતા સંભળાઈ રહ્યો છે કે,' યે હમ હૈ, યે હમારી કાર હૈ, ઔર હમ પાર્ટી કરને વાલોં કા ઇંતજાર કર રહે હૈ'
મહત્વનું છે કે આ વિડીયો જોવામાં ઘણો જ મજેદાર છે અને અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર આ વિડીયોને 2 લાખથી વધુ વાર જોવાઈ ગયો છે, લોકો આ વિડીયો પર મજેદાર કૉમેન્ટ્સ પણ કરી રહયા છે, એક યુઝરે તો લખ્યું પણ હતું કે પાવરી પડેગી ભારી. નોંધનીય છે કે આ અગાઉ #Pawri સાથે ડોકટરોનો વિડીયો પણ વાયરલ થયો હતો, જે પણ ઘણો મજેદાર હતો.
સંકળાયેલા મુદ્દાઓ