police sunita yadav EXCLUSIVE interview on vtv KNOW what she said
EXCLUSIVE /
સુનિતા યાદવનો ઘટસ્ફોટ : મંત્રીના દીકરા સાથે માથાકૂટ થઈ તે રાતે જો આવું ન બન્યું હોત તો હું તમારી વચ્ચે ન હોત
Team VTV04:16 PM, 15 Jul 20
| Updated: 04:33 PM, 06 Oct 20
સુરતમાં કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે VTVની ખાસ વાતચીત કરી છે. રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના દિકરા સાથે કફર્યૂના નિયમોને લઈને તકરાર થઈ હતી. પ્રકાશ કાનાણી પોતાના મિત્રોને છોડાવવા આવ્યા હતા. કુમાર કાનાણી અને સુનિતા યાદવ વચ્ચે પણ માથાકૂટ થઈ હતી. સમગ્ર મામલે ઓડિયો અને વીડિયો ક્લીપ વાયરલ થઈ હતી.
સુરતમાં પોલીસ કર્મી સુનિતા યાદવ VTV ખાસ વાતચીત
સુનિતા યાદવને લઇ રાજકારણ અને સોશિયલ મીડિયા ગરમાયુ હતુ
પ્રકાશ કાનાણી -સુનિતા યાદવ વચ્ચે થઇ હતી તકરાર
શું કહે છે સુનિતા?
એ દિવસે મારા નસીબ સારા હતા બાકી મારી સાથે એવી ઘટના ઘટી હોત કે હું તમારી વચ્ચે હોત પણ ફોટો ફ્રેમમાં હોત.રાજનીતિ પક્ષ પોતાનું રાજકારણ રમી રહ્યા છે. CP કચેરીએ મને એક માણસ મળ્યો કે તે કહે હું તમારો ફેન છું. મને એક ફોટો જોઈએ. અને મેં તેમની સાથે ફોટો પડાવ્યો. એ સાવ સામન્ય વાત છે. એમાં આપ સાથે કનેક્શન જોડાવાની કોઈ વાત જ નથી.
કોંગ્રેસ સાથે પણ જોડો છો
મારા સાસરીયા ગાંધીનગર રહે છે. તો મારે જવું છે ગાંધીનગર મને આવું કહેતા લોકો સાંભળી ગયા ત્યારે તુંરત જ એવી ચર્ચા થઈ કે, હાર્દિક પટેલને મળીશ. એક વત્તા એક બે તાળો લગાવીને લોકો મને કોંગ્રેસ સાથે જોડી લેવા લાગ્યા. પણ એવું કંઈ છે જ નહીં. ફેમસ થવાની વાત છે તો મારી સોસાયટીમાંય કોઈ મને નથી ઓળખતું હું ક્યાંથી સેલેબ્રીટી હોય?
સમાધાન માટે મને રૂા. 50 લાખ ઓફર થયા
સુનિતાએ વધુમાં જણાવ્યું હતુ કે, સમાધાન માટે મને 50 લાખ રૂપિયા ઓફર થયા હતા. હું કોઈ પણ મેં વીડિયો વાયરલ નથી કર્યા પણ મારા હિતેચ્છુઓએ આ વીડિયો વાયરલ કર્યા છું. મંત્રીના પુત્રએ મારો મોબાઈલ છીનવી લીધો હતો. મેં રાજીનામું ટેલિફોનીક આપ્યુ છે. VVIPના દીકરા સામે કાર્યવાહી ન કરી શકુ અને સામાન્ય માણસને રોકુ તો એ યોગ્ય છે? એટલે મને લાગે છે કે પહેલા પગલા VVIP ઉપર જ લેવાવા જ જોઈએ.