બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Police raided Kapalboksh under the guise of a cafe in Vadodara and arrested cafe manager Sohil Ajmeri.

વડોદરા / કાફેની અંદર રંગરેલિયા: વડોદરામાં ફ્લેટમાં ચાલતા હતા કપલ બોક્સ, પોલીસે મેનેજરની કરી ધરપકડ

Dinesh

Last Updated: 10:29 AM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news : વડોદરામાં સપ્તગીરી ફ્લેટમાં કાફેની આડમાં ચાલી રહેલા કપલ બોક્ષ પર પોલીસે દરોડા પાડી કાફે મેનેજર સોહિલ અજમેરીની ધરપકડ કરી છે

  • વડોદરામાં કાફેની આડમાં ચાલતા કપલબોક્ષ પર પોલીસની તવાઇ
  • વડોદરાના સપ્તગીરી ફ્લેટમાં ચાલી રહેલા કપલ બોક્ષ પર દરોડા 
  • માનવ તસ્કરી વિરોધી ખાતાએ ધમધમતા કપલ બોક્ષનો વેપલો ઝડપી પાડ્યું 


વડોદરામાં કાફેની આડમાં ચાલતા કપલબોક્સ પર પોલીસે ફરી એકવાર દરોડા પાડ્યા છે. સપ્તગીરી ફલેટમાં ચાલી રહેલા કપલ બોક્ષ પર એકાએક વડોદરા પોલીસે દરોડા પાડ્યા હતા ત્યાર બાદ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. કાફેમાં કેટલાક લોકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યાની પણ ચર્ચા છે.

કપલ બોક્સની ફાઈલ તસવીર

કાફેના મેનેજર સોહિલ અજમેરીની ધરપકડ 
વડોદરામાં સપ્તગીરી ફ્લેટમાં ચાલી રહેલા કપલ બોક્ષ પર પોલીસે દરોડા પાડી કાફે મેનેજરને દોબીચી લીધો છે. અત્રે જણાવીએ કે, માનવ તસ્કરી વિરોધી ખાતાએ ધમધમતા કપલબોક્ષનો વેપલો ઝડપી પાડ્યો છે. નિલોફર શેખ અને રૂપલબેન સોની કાફેના માલિક હોવાનો પણ મહત્વનો ખુલાસો થયો છે. પોલીસે કાફેના મેનેજર સોહિલ અજમેરીની ધરપકડ કરી છે તેમજ કાફેના માલિકની શોધખોળ હાથ ધરી છે

કપલ બોક્સની ફાઈલ તસવીર

કપલ બોક્ષ એક મોટો દુષણ
શહેરમાં ધમધમી રહેલા આ કપલ બોક્સથી લોકો પરેશાની ભોગવતા હોય છે. તમને જણાવી દઈએ કે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ અવાર-નવાર પ્રાથમિક માહિતીના આધારે આવા કપલ બોક્ષ પર રેડ પણ પાડતી હોય છે. ઉલ્લેખનીય છે કે, કપલબોક્ષના કારણે યૌનશોષણની ઘટનાઓ પણ વધી રહી છે. સુરતમાં ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલ પણ કપલબોક્ષ ચલાવતો હતો. 

શુ હોય છે કપલ બોક્ષ
મહત્વનું છે કે રાજ્યના વિવિધ શહેરમાં કપલ બોક્સ પોલીસ માટે મોટો પડકાર બનતો હોય તેવા અનેકવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. અનેક સ્થળે કોફી કાફેનું બોર્ડ મારી કપલ બોક્સ ચલાવવામાં આવતું હોય છે. અહી કલાકોના કલાકો સુધી યુવક યુવતીઓ પૈસા આપી બોકસનો ગોરખધંધા માટે ઉપયોગ કરતાં હોય છે. આ ફૂલિ ફાલેલા કપલબોક્સમાં સોફા, ગાદલા, તકિયા, ફેનની વ્યવસ્થા આપવામાં આવે છે તેમજ સુવિધા અનુસાર  લગભગ 1 કલાકનું 300 થી 600 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હોય છે. તમને જણાવી દઈએ કે, પોલીસે અનેકવાર રેડ કરી કપલ બોક્સને શીલ પણ કરતી હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ