બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / police raid on aam aadmi party office in ahmedabad isudan gadhvi claim

દાવો / અમદાવાદમાં 'આમ આદમી પાર્ટી'ની ઓફિસ પર પોલીસ રેડ! કેજરીવાલે ટ્વિટ કરીને આપ્યું મોટું નિવેદન

Published By: Dhruv

Last Updated: 10:17 AM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP નેતા ઇસુદાન ગઢવીએ ગુજરાત AAPના કાર્યાલય પર પોલીસ રેડ પડ્યાનો દાવો કર્યો છે. જોકે AAP કાર્યાલય પર રેડ પાડ્યાનો પોલીસે ઇન્કાર કર્યો છે.

  • ગુજરાત AAPના કાર્યાલય પર પોલીસ રેડનો દાવો
  • ઇસુદાન ગઢવીએ રેડ પાડ્યાનો કર્યો હતો દાવો
  • આવી કોઇ રેડ પાડવામાં નથી આવીઃ પોલીસ

ગુજરાતના AAPના કાર્યાલય પર પોલીસ રેડ પાડવા મામલે ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો. જોકે, આ મુદ્દે પોલીસે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'આવી કોઇ રેડ પાડવામાં નથી આવી.'

પોલીસનું કહેવું છે કે, આવી કોઇ રેડ પાડવામાં નથી આવી. તમને જણાવી દઇએ કે, ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, 'કેજરીવાલજીના અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા. બે કલાક સુધી શોધખોળ હાથ ધરી. કંઈ મળ્યું નહીં. કહ્યું કે ફરી આવીશું.'


દિલ્હીમાં પણ કંઇ નથી મળ્યું અને ગુજરાતમાં પણ કંઇ ના મળ્યું: કેજરીવાલ

જોકે આ રેડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હી બાદ હવે ગુજરાતમાં પોલીસ રેડ પડી છે. દિલ્હીમાં પણ કંઇ ના મળ્યું અને ગુજરાતમાં પણ કંઇ નહીં મળે. અમે કટ્ટર દેશભક્ત લોકો છીએ.'

ગુજરાતની જનતા તરફથી મળી રહેલા સમર્થનથી ભાજપ હલબલી ઉઠ્યું: કેજરીવાલ

કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, 'ગુજરાતની જનતા તરફથી મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ સંપૂર્ણ હચમચી ગયું છે. ગુજરાતમાં "આપ" ની તરફેણમાં વાવાઝોડું ફુંકાઈ રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કશું મળ્યું નહીં, ગુજરાતમાં પણ કંઇ ન મળ્યું. અમે કટ્ટર ઇમાનદાર અને દેશભક્ત લોકો છીએ.'

સંકળાયેલા મુદ્દાઓ

AAP GUJARAT Arvind kejriwal અરવિંદ કેજરીવાલ આપ ગુજરાત આમ આદમી પાર્ટી ઇસુદાન ગઢવી AAP Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ