બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police filed another complaint regarding the killing of BSF jawan

ખેડા / BSFના જવાનની હત્યાનો આરોપી બરાબરનો ફસાયો, પોલીસે હવે કરી બીજી મોટી કાર્યવાહી

Dinesh

Last Updated: 11:53 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં BSF જવાનની હત્યા મામલે પોલીસે બીજી ફરીયાદ દાખલ કરી, BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવનાર અંગે આરોપી શૈલેષ જાદવ વિરૂદ્ધ ફરીયાદ નોંધાઇ

  • BSF જવાનની હત્યાનો મામલો
  • પોલીસે બીજી ફરિયાદ કરી દાખલ
  • આરોપી શૈલેષ જાદવ વિરુદ્ધ ફરિયાદ


ખેડામાં BSF જવાનની હત્યા મામલે પોલીસે બીજી ફરીયાદ દાખલ કરી છે. BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવનાર અંગે આરોપી શૈલેષ જાદવ વિરૂદ્ધ ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે આરોપી શૈલેષ જાદવ ફરાર છે

BSFના ઉચ્ચ અધીકારીઓ ચકલાસી પહોચ્યા
ખેડામાં BSF જવાનની હત્યા કેસમાં BSFના ઉચ્ચ અધીકારીઓ ચકલાસી પહોચ્યા હતાં. મૃતકના પરિવારજનોને મળીને સંવેદના વ્યક્ત કરી છે. પરિવાજનો સાથે વાતચીત કરીને ઘટનાનો તાગ મેળવ્યો છે. BSF અધિકારીઓએ મૃતક જવાનના પત્ની અને પુત્ર સાથે મુલાકાત કરી છે.

વીડિયો મામલે આરોપીના ઘરે ઠપકો આપવા જતા મામલો બિચક્યો
મળતી માહિતી અનુસાર, BSF જવાન મેલાજી વાઘેલા જેમનું પોસ્ટિંગ મહેસાણા જિલ્લામાં હતું. જ્યાંથી તેમની બદલી થતાં રાજસ્થાન તેમને ડ્યુટી જોઈન્ટ કરવા માટે જવાનું હતું . પરંતુ આ વચ્ચે 15 દિવસની રજા લઈ પોતાના વતન આવેલા મેલાજી વાઘેલાને ખબર પડી કે પોતાની સગીર વયની દીકરીનો વીડિયો કોઈ વનીપુરા ગામના શૈલેષ નામના યુવક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.

BSF જવાને સમજાવવા કર્યો હતો પ્રયાસ
જે બાદ મેલાજી વાઘેલા તેમનો પુત્ર નવદીપ અને તેમની પત્ની મંજુલાબેન વીડિયો વાયરલ કરેલા યુવકને ઠપકો આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન વીડિયો વાયરલ કરેલા યુવકના પરિવારજનો દ્વારા મેલાજી વાઘેલા તેમની પત્ની અને તેમના પુત્ર ઉપર લાકડીઓ અને તલવારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઠપકો  આપવા પહોંચેલા મેલાજી વાઘેલા અને તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમની પત્ની મંજુલાબેનને નાની મોટી ઇજાઓ પહોંચતા 108 દ્વારા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ