બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Police are interrogating Tathya and his friends in the ISKCON Bridge accident case

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ / તથ્ય પટેલે દોષ ઢોળતા કહ્યું 'મને ગલીપચી કરી વાળ ખેંચતા હતા', સામે મિત્રોએ પણ તથ્ય પર લગાવ્યો ગંભીર આરોપ

Malay

Last Updated: 02:51 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iskcon Bridge Accident Case: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ તથ્ય અને તેના મિત્રોની પૂછપરછ કરી રહી છે. જેમાં મિત્રોએ તથ્ય પટેલ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

  • ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ પોલીસ કરી રહી છે તપાસ
  • સોમાવાર સાંજના ચાર વાગ્યા સુધીના તથ્યના રિમાન્ડ કરાય છે મંજૂર
  • પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં 
  • તથ્ય અને તેના મિત્રો કરી રહ્યા છે સામસામે આક્ષેપો  

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ત્રણ દિવસ પહેલા તથ્ય પટેલે સર્જેલા વિનાશક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન સહિત 9 લોકોના દર્દનાક મોત થયા હતા. જેમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને ગણતરીના દિવસોમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દેશે. ગણતરીની સેકન્ડમાં નવ લોકોને ભરખી જનાર તથ્ય પટેલના કોર્ટે સોમવારની સાંજના ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તો તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તથ્ય પટેલ વિરુદ્ધ કાયદાકીય સંકજો વધુ મજબૂત કરવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. હાલ પોલીસ દ્વારા કાર ચાલક તથ્ય પટેલ અને તેની સાથે કારમાં રહેલા તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 

'તથ્યને રફ ડ્રાઈવિંગ કરવાની છે ટેવ', પૂછપરછમાં મિત્રોનો ખુલાસો
આ અંગે એક પોલીસ અધિકારીએ ખુલાસો કરતા જણાવ્યું કે, તથ્ય પટેલના મિત્રોના નિવેદનોના કારણે કેસ મજબૂત થઈ જશે. તથ્યના મિત્રોએ પોલીસને કહ્યું છે કે તથ્યને પહેલેથી જ રફ ડ્રાઈવિંગ કરવાની ટેવ છે. તેણે 15 દિવસ પહેલા પણ અકસ્માત સર્જો હોવાનો ખુલાસો તેના મિત્રોએ જ કર્યો છે. તેણે 15 દિવસ અગાઉ થાર ગાડી કેફેની દીવાલમાં ઘુસાડી દીધી હતી. આ ઘટનામાં કેફે માલિક સાથે સમાધાન થતાં ફરિયાદ કરવામાં આવી ન હતી. પોલીસની પૂછપરછમાં તેઓએ એવું પણ કહ્યું છે કે, 'અમે તો તેને કહ્યું જ હતું કે ગાડી ધીમી ચલાવ, પણ એને વાત ન માની અને ગાડીમાં મ્યુઝિક પણ વધારી દીધો હતો' 

તથ્યએ કહ્યું- મિત્રો કરી રહ્યા હતા ગલીપચી, રસ્તા પર હતું અંધારું
તો બીજી બાજુ તથ્યએ દોષોનો ટોપલો ગાડીમાં સવાર મિત્રો પર જ ઠોકી દીધો છે. જેના વિશે જણાવતા પોલીસ અધિકારીએ કહ્યું છે કે, તથ્યએ પોલીસની પૂછપરછમાં તેના મિત્રો એક બીજાને ગલીપચી કરીને મસ્તી કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું છે કે 'ગાડીમાં મોટે મોટેથી મ્યુઝિક વાગી રહ્યું હતું, ગીતના તાલે હાથ ઊંચા કરી કરીને નાચી રહ્યા હતા. મારી પાછળથી મિત્રોએ ગલીપચી ચાલુ કરી દીધી અને વાળ પણ ખેંચ્યા, મેં ના પાડી કે આવું ના કરશો તો પણ ચાલુ રાખ્યું હતું. ઉપરથી અંધારું હતું એટલે કશું જોઈ શકાયું નહીં અને પછી ખબર પડી કે ટોળાની વચ્ચેથી ગાડી પસાર થઈ ગઈ છે. મને ટોળું દેખાયું જ નહીં એટલે સમયથી બ્રેક મારી શક્યો નહીં.' તથ્ય એમ પણ દાવો કર્યો કે, અંધારાના કારણે મને કોઈ માણસો દેખાયા જ  નહીં.

તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ

શું બની હતી સમગ્ર ઘટના? 
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

કોણ છે તથ્ય પટેલ?
અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો. આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ દુષ્કર્મ હતું. આરોપીના પિતા સામે 8 જેટલા ગુના નોંધાયેલા છે.

કોના કોના થયા મૃત્યુ?

નિરવ રામાનુજ
ઉંમર- 22 વર્ષ
રહેવાસી- ચાંદલોડિયા

અમન કચ્છી
ઉંમર- 25 વર્ષ
રહેવાસી- સુરેન્દ્રનગર

કૃણાલ કોડિયા
ઉંમર- 23 વર્ષ
રહેવાસી- બોટાદ

રોનક વિહલપરા
ઉંમર- 23 વર્ષ
રહેવાસી- બોટાદ

અરમાન વઢવાનિયા
ઉંમર- 21 વર્ષ
રહેવાસી- સુરેન્દ્રનગર

અક્ષર ચાવડા
ઉંમર- 21 વર્ષ
રહેવાસી- બોટાદ

ધર્મેન્દ્રસિંહ( પોલીસ કોન્સ્ટેબલ)
ઉંમર- 40 વર્ષ

નિલેશ ખટિક (હોમગાર્ડ)
ઉંમર- 38 વર્ષ

જસવંતસિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
ઉંમર - 51 વર્ષ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ