બ્રેકિંગ ન્યુઝ
મોટાભાગે અભ્યાસમાં નબળા બાળકોને ગધેડા સાથે સરખાવવામાં આવે છે. લોકો નબળા બાળકોને ગધેડો કહીને સંબોધન કરે છે. એવામાં તેઓ ભૂલી જાય છે કે ગધેડા ખરેખર મહેનતું હોય છે અને તમામ સમસ્યાનો સામનો કરતા કામ કરે છે. આજે અમે તમને એક એવા અનોખા તહેવાર માટે જણાવી રહ્યા છીએ. જેમાં ગધેડાની પૂજા કરવામાં આવે છે. વાસ્તવમાં આ તહેવાર મહારાષ્ટ્રમાં ઊજવવામાં આવે છે. જેને પોલા કહેવામાં આવે છે.
ADVERTISEMENT
આ તહેવાર બળદોને સમર્પિત હોય છે, પરંતુ મહારષ્ટ્રના અકોલા જિલ્લામાં કેટલાક સમુદાયના લોકો આ તહેવારના દિવસે ગધેડાની પૂજા કરે છે. જેને 'ગધા પોલા' કહેવામાં આવે છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના ખેડૂતો સમગ્ર વર્ષ તનતોડ મહેનત પ્રત્યે આભાર પ્રકટ કરવા માટે 'પોલા' જેને 'બેલ પોલા' પણ કહેવામાં આવે છે. આ દિવસે ખેડૂતો બળદો અને સાંઢની પૂજા કરે છે. વાસ્તવમાં આ તહેવાર બળદ, સાંઢ અને ગધેડાને એમના મહેનતની સમ્માન કરવા માટે કરવામાં આવે છે.

ADVERTISEMENT
જણાવી દઇએ કે આ તહેવાર દર વર્ષે 30 ઓગસ્ટે ઊજવવામાં આવે છે. આ પ્રકારે ભોઇ અને કુંભાર સમુદાયના લોકો ગધેડાનો આભાર અને સમ્માન પ્રકટ કરવા માટે આ દિવસે એમની પૂજા કરે છે. આ સમુદાયના લોકોનું કહેવું છે કે ભાર ઊચકવા ઉપરાંત વરસાદમાં રસ્તા ખરાબ થવા પર ગધેડા ખેતી માટે પાક ઊપાડવા ઘણા ઉપયોગી છે.

ADVERTISEMENT
આ તહેવારના દિવસે ગધેડાને નહવડાવીને એમને ફૂલોથી સજાવવામાં આવે છે અને એમની પૂજા કરવામાં આવે છે. જો કે અહીંના લોકોનું કહેવું છે કે આ પરંપરા હવે ખતમ થતી જાય છે. જે યોગ્ય નથી. એમનું કહેવું છે કે યુવા બીજા વ્યવસાયને અપનાવી રહ્યા છે. એટલા માટે આ પરંપરા ખતમ થતી જઇ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.