ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / POCO F9 Series: 1 સપ્ટેમ્બરે વૈશ્વિક લોન્ચ! F9 Pro અને F9 Ultraમાં Snapdragon 8 Elite Gen 5 અને 100W ચાર્જિંગની શક્યતા
5 ફોટો ગેલેરી
Last Updated: 04:27 PM, 25 August 2026
1/5
ટેક પ્રોડક્ટ્સ બનાવતી લોકપ્રિય બ્રાન્ડ પોકો (Poco) પોતાની નવી ફ્લેગશિપ ફ્રેન્ચાઇઝી Poco F9 Series લોન્ચ કરવા માટે સજ્જ છે. કંપનીએ સત્તાવાર જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બરના રોજ આ સિરીઝ ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવામાં આવશે.
2/5
ગ્લોબલ સમય અનુસાર રાત્રે 8 વાગ્યે (GMT), એટલે કે ભારતીય સમય પ્રમાણે 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે 1:30 વાગ્યે આ ઈવેન્ટ યોજાશે. ખાસ વાત એ છે કે આ વખતે કંપની બેઝિક મોડલને બદલે માત્ર Poco F9 Pro અને Poco F9 Ultra પ્રીમિયમ સ્માર્ટફોન્સ જ માર્કેટમાં ઉતારશે. ટિઝર અનુસાર, આ ડિવાઈસિસ ચીનમાં લોન્ચ થયેલી Redmi K100 સિરીઝના રીબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે.
ADVERTISEMENT
3/5
લીક થયેલા ટિઝર્સમાં આ સ્માર્ટફોન્સ વ્હાઇટ અને ડાર્ક ચેરી કલર ઓપ્શનમાં જોવા મળ્યા છે. બેક પેનલ પર 'Sound by Bose' બ્રાન્ડિંગ નજરે પડે છે, જે દર્શાવે છે કે આ સિરીઝમાં પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી માટે સાઉન્ડ જાયન્ટ Bose સાથે ખાસ ટ્યુનિંગ પાર્ટનરશિપ કરવામાં આવી છે.
4/5
Poco F9 Pro: 6.59-ઇંચની QHD+ Plastic OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે 185Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. Poco F9 Ultra: 6.85-ઇંચની મોટી ડિસ્પ્લે (2608×1200 પિક્સલ રિઝોલ્યુશન) સાથે આવશે. પ્રોસેસર અને મેમરી: બંને સ્માર્ટફોનમાં સુપરફાસ્ટ performance માટે Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ (અથવા F9 Proમાં 8 Elite Gen 5 V variant) મળવાની શક્યતા છે. આ સિરીઝ 16GB સુધીની RAM અને 512GB સુધીના સ્ટોરેજ ઓપ્શન સાથે આવી શકે છે.
ADVERTISEMENT
5/5
Poco F9 Proમાં OIS સપોર્ટ સાથે 50MP પ્રાઇમરી કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ અને 50MP (3x) ટેલિફોટો લેન્સ મળી શકે છે. જ્યારે F9 Ultraમાં 50MP મેઇન, 50MP અલ્ટ્રા-વાઇડ અને 50MP (5x) ટેલિફોટો કેમેરા મળવાની ગણતરી છે. પાવર બેકઅપ માટે F9 Proમાં 6,330mAh અને F9 Ultraમાં 8,050mAhની વિશાળ બેટરી આપવામાં આવી શકે છે. બંને હેન્ડસેટ 100W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ