બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / pm svanidhi yojana how to take rs 50000 loan without any guarantee

તમારા કામનું / મોદી સરકારની આ સ્કીમ તમને આપશે રૂ.50 હજાર સુધીની લોન, એ પણ વગર ગેરંટીએ!

Vikram Mehta

Last Updated: 09:46 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળમાં PM સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ કોઈપણ ગેરંટી વગર 50 હજાર સુધીની લોન મળે છે. જે લોકો મજૂરી કરી રહ્યા છે, તે લોકો માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે.

કેન્દ્ર સરકાર નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. કોરોનાકાળમાં PM સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ કોઈપણ ગેરંટી વગર 50 હજાર સુધીની લોન મળે છે. જે લોકો નાનું મોટું કામ કરી રહ્યા છે, પરંતુ બિઝનેસ શરૂ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તે લોકો માટે આ યોજના ખૂબ જ લાભકારી છે. જે લોકો મજૂરી કરી રહ્યા છે, તે લોકો માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે. 

કેટલી રકમ સુધીની લોન મળશે?
PM સ્વનિધિ યોજના 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. 50 હજાર રૂપિયાની લોન લેવા માટે ક્રેડિબિલિટી બનાવવાની રહેશે. આ કારણોસર આ યોજના હેઠળ સૌથી પહેલા 10 હજાર રૂપિયાની લોન મળે છે. એકવાર લોન ચૂકવ્યા પછી બીજી વાર દેવા તરીકે વધુ રકમ લઈ શકાય છે. 

આ લોન કેવી રીતે મળી શકે?
જેમ કે, કોઈ વ્યક્તિને દુકાન શરૂ કરવી છે, તો તે માટે PM સ્વનિધિ યોજના હેઠળ 10 હજાર રૂપિયાની લોન લીધી. આ લોનની રકમ સમયસર ચૂકવી દીધી હોય તો બીજી વાર તે વ્યક્તિ આ સ્કીમ હેઠળ 20 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. જેથી ત્રીજી વાર કુલ 50 હજાર રૂપિયાની લોન લઈ શકશો. સરકાર આ યોજના હેઠળ સબસિડી પણ આપે છે. 

વધુ વાંચો: માર્કેટમાં ઉછાળો કે પછી ઘટાડો? આગામી સપ્તાહમાં કેવું રહેશે શેર બજાર? જાણો નિષ્ણાંતનો મત

માત્ર આધારકાર્ડથી લોન લઈ શકાશે
આ સ્કીમ અંતર્ગત લોન લેવા માટે કોઈપણ પ્રકારના પુરાવાની જરૂર રહેતી નથી. અરજી મંજૂર કરવા માટે લોનની રકમ ત્રણ વારમાં તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. લારી ચલાવતાં લોકો માટે કેશ-બેક સહિત ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ સ્કીમનું બજેટ વધાર્યું છે. કોઈપણ સરકારી બેંકમાં માત્ર આધારકાર્ડનાં આધારે આ લોન માટે અરજી કરી શકાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

50 હજારની લોન PM Svanidhi Yojana PM સ્વનિધિ યોજના loan without guarantee svanidhi yojana ગેરંટી વગર લોન loan without guarantee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ