બ્રેકિંગ ન્યુઝ
VTV / pm narendra modi will launch agricultural infrastructure fund
ADVERTISEMENT
આ પ્રસંગે પ્રધાનમંત્રી 'પીએમ-કિસાન યોજના' અંતર્ગત 8.5 કરોડ ખેડુતોને 17,000 કરોડ રૂપિયાનો છઠ્ઠા હપ્તો પણ જાહેર કરશે. આ કાર્યક્રમમાં દેશભરના લાખો ખેડુતો, સહકારી મંડળીઓ અને નાગરિકો ભાગ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.

ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી મંડળે 1 લાખ કરોડના 'કૃષિ માળખાગત ભંડોળને આપી મંજૂરી
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળે 1 લાખ કરોડના 'કૃષિ માળખાગત ભંડોળ' હેઠળ નાણાંની સુવિધાને મંજૂરી આપી છે. આ ભંડોળ 'સારી રીતે લણણી પછીના મેનેજમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર'(Community agricultural assets) અને કોલ્ડ સ્ટોરેજ, કલેક્શન સેન્ટર, પ્રોસેસિંગ યુનિટ્સ જેવા સમુદાય કૃષિ સંપત્તિ બનાવવામાં મદદ કરશે.
ADVERTISEMENT
PM Narendra Modi will launch financing facility of Rs 1 lakh crore under the Agriculture Infrastructure Fund tomorrow at 11 AM via video conferencing. PM will also release 6th instalment of Rs 17,000 crores fund to 8.5 crores farmers under PM-KISAN scheme: Prime Minister's Office pic.twitter.com/qVk2njavUp
— ANI (@ANI) August 8, 2020
ADVERTISEMENT
ખેડુતોને થશે ફાયદો
આ સુવિધાઓ શરૂ થતાં ખેડુતોને તેમના પાક માટે સારો ભાવ મળી શકશે.આ સુવિધાઓને કારણે ખેડુતો પોતાનો પાક સંગ્રહ કરી શકશે અને યોગ્ય માલ પર પોતાનો માલ વેચી શકશે. તેનાથી તેમની આવકમાં વધારો થશે. ફૂડ પ્રોસેસિંગની સગવડતા સાથે, ખેડૂતો તેમના પાક માટે ઉંચા ભાવ મેળવી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.