બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / PM Narendra Modi said that the government will start the Pradhan Mantri Suryoday Yojana in the near future

ઘોષણા / અયોધ્યાથી દિલ્હી પરત ફરતા જ PM મોદીએ મોટી યોજનાનું કર્યું એલાન, દરેક ઘરે હશે આ વસ્તુ લગાવવાનો પ્લાન

Kishor

Last Updated: 07:10 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે.

  • 'અયોધ્યાથી પરત ફર્યા બાદ pm મોદીનો પહેલો નિર્ણય
  • પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરાશે
  • સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે કામ કરશે

આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જય જયકાર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓ માટે મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાતથી દેશના ગરીબોને મોટી મદદ મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે. મોદીએ આ વેળાએ એવું પણ કહ્યું હતું કે અયોધ્યાથી પાછા ફરતા બાદ તેમણે મહત્વનો નિર્ણય લીધો છે અને તેમાં પોતાની સરકાર એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવવાનો લક્ષ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે.

ભારતીયની છત પર તેમની પોતાની સોલાર સિસ્ટમ હોવી જોઈએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અલૌકિક અવસર પર હવે મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. હવે ભારતીયની છત પર તેમની પોતાની સોલાર સિસ્ટમ હોવી જોઈએ. 

  • એક કરોડ ઘર પર સોલર રૂફટોપ લગાવવાના લક્ષ્ય સાથે સૂર્યોદય યોજના કરશે શરૂ
  • સૂર્યવંશી ભગવાન શ્રીરામના આલોકથી દુનિયામાં સૌ લોકો ઉર્જા પ્રાપ્ત કરે છે
  • આજના શુભ અવસરે મારો સંકલ્પ છે કે ભારતવાસીઓની છત પર પોતાની સોલાર રૂફટોપ સિસ્ટમ હોય
  • આ યોજનાથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું વીજળીનું બિલ ઓછું થશે
  • દેશ ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે

વધુ વાંચો: રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વર્લ્ડ મીડિયામાં ગૂંજ, કોણે શું લખ્યું? અમેરિકા-રશિયાએ કરી મોટી વાત

દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ કામ કરશે
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે અયોધ્યાના ઐતિહાસિક નિર્ણય બાદ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરી પરત ફરતી વેળાએ મારો પહેલો નિર્ણય એ છે કે, અમારી સરકાર એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. આ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો જ નહીં કરે પરંતુ દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ કામ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ