બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / world media reaction on ram mandir inaugration

રામ મંદિર / રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વર્લ્ડ મીડિયામાં ગૂંજ, કોણે શું લખ્યું? અમેરિકા-રશિયાએ કરી મોટી વાત

Hiralal

Last Updated: 05:53 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની ગૂંજ વર્લ્ડ મીડિયામાં પણ જોવા મળી છે. વર્લ્ડના ઘણા બધા મીડિયામાં આ પાવન પ્રસંગને સ્થાન આપવામાં આવ્યું છે.

  • રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વર્લ્ડની મીડિયામાં પણ ગૂંજ 
  • અમેરિકા, રશિયા અને યુએઈના મીડિયાએ પ્રાણ પ્રતિષ્ઠાને બિરદાવી
  • બ્રિટન, નેપાળ અને કતારે પીએમ મોદી દ્વારા થયેલી પ્રાણ પ્રતિષ્ઠાની ટીકા કરી 

અયોધ્યામાં બની રહેલા વિશાળ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ છે. દેશમાં ભારે હર્ષોલ્લાસની વચ્ચે વર્લ્ડના મીડિયામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાની મોટી ગૂંજ દેખાઈ છે. અમેરિકા, મોરેશિયસ, રશિયા, યુએઈ, બ્રિટન સહિતના બીજા કેટલાક દેશોએ પ્રાણ પ્રતિષ્ઠાને ખાસ સ્થાન આપ્યું છે. કેટલાક દેશોના મીડિયાએ પીએમ મોદીએ કરેલી પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કર્યો છે તો બીજા કેટલાકે આ પાવન પ્રસંગના વખાણ કર્યાં છે. 

અમેરિકી મીડિયાએ શું કહ્યું?
NCB ન્યૂઝના અહેવાલ મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે વિશ્વના સૌથી મોટા લોકશાહીમાં "ધાર્મિક તણાવ" નું પ્રતીક છે. અયોધ્યામાં બની રહેલું મંદિર રામનું મંદિર છે, જે મુખ્ય હિંદુ દેવતા છે. આ મંદિર 30 લાખની વસ્તી ધરાવતા શહેર અયોધ્યાને પર્યટન સ્થળમાં પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

UAEના અખબારે શું કહ્યું 
યુએઈના અખબાર ગલ્ફ ન્યૂઝે એક અહેવાલનું શીર્ષક આપ્યું છે, જેનું શીર્ષક છે કે "નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યાના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ભારત માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પાર્ટીના દાયકાઓ જૂના વાયદાને પૂરા કરવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ ઉજવણી કરી શકે તે માટે અડધા દિવસની રજાની જાહેરાત કરી છે. ભારતનું શેર બજાર પણ બંધ છે. ઘણા રાજ્યોએ અડધા અથવા આખા દિવસની રજા પણ રાખી છે. મોદીનો હિન્દુ રાષ્ટ્રવાદ મતદારોમાં તેમની લોકપ્રિયતાનું સૌથી મહત્ત્વનું તત્વ છે, તેમના મતદાતાઓને તેમની એકમાત્ર લોકપ્રિયતા અને તેમણે ભારતને જે સ્થિતિમાં લાવી છે તેની ખાતરી છે. દેશનો આર્થિક વિકાસ દર 7 ટકાથી વધુ છે અને તેનું શેર બજાર રેકોર્ડ બનાવી રહ્યું છે.

બ્રિટિશ મીડિયાએ શું લખ્યું?
લંડન સ્થિત ન્યૂઝ એજન્સી રોયટર્સે લખ્યું છે કે વડાપ્રધાન મોદીએ રામ મંદિરના ઉદ્ઘાટનને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે અને ભારતીયોને સોમવારે પોતાના ઘર અને આસપાસના મંદિરોમાં દીવા પ્રગટાવીને દિવાળી ઉજવવાની અપીલ કરી છે. રોયટર્સ દ્વારા રાજકીય વિવેચક પૃથ્વી દત્તા ચંદ્ર શોભીને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, "મંદિરનું ઉદ્ઘાટન એક ધાર્મિક તહેવાર કરતાં સામાન્ય ચૂંટણી અભિયાનની શરૂઆત જેવું લાગે છે." વડા પ્રધાન એક રાજાની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું લાગે છે જે એક મોટી ધાર્મિક વિધિ કરી કરી રહ્યાં છે. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહથી ભારતમાં રાજકીય વિવાદ પણ સર્જાયો છે કારણ કે કોંગ્રેસ સહિત ભારતના તમામ મોટા વિપક્ષી દળોએ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટેના આમંત્રણોનો ઇનકાર કર્યો હતો. વિરોધ પક્ષોનું કહેવું છે કે ઉદ્ઘાટન સમારંભને રાજકીય, મોદી કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે.

મંદિર 16મી સદીની મસ્જિદનું સ્થાન લેશે- બ્રિટીશ મીડિયા 
બ્રિટીશ બ્રોડકાસ્ટર બીબીસી વર્લ્ડે લખ્યું છે કે આ મંદિર 16મી સદીની મસ્જિદનું સ્થાન લેશે જેને 1993માં હિન્દુઓના ટોળાએ તોડી પાડ્યું હતું. મસ્જિદ તોડી પાડવાની ઘટનાથી દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં, જેમાં લગભગ 2,000 લોકો માર્યા ગયા હતા. મંદિરના ઉદ્ઘાટનમાં ભારતના ટોચના ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે, પરંતુ મોટા ભાગના વિરોધ પક્ષોએ તેનાથી દૂરી બનાવી લીધી છે. વિપક્ષનું કહેવું છે કે પીએમ મોદી પોતાના રાજકીય ફાયદા માટે રામ મંદિરના ઉદ્ઘાટનનો ઉપયોગ કરી રહ્યા છે.

રશિયન સરકારી મીડિયામાં શું છપાયું?
રશિયાના અખબાર રશિયા ટુડે (આરટી)એ એક અહેવાલમાં લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી શહેરની કાયાપલટ થઈ ગઈ છે. હિન્દુ ભગવાનનું જન્મસ્થળ ગણાતું અયોધ્યા હવે મોટા પાયે માળખાગત કાર્ય કરી રહ્યું છે 

નેપાળના અખબારે શું કહ્યું?
નેપાળના અગ્રણી અખબાર 'ધ કાઠમાંડૂ પોસ્ટ'એ એક અહેવાલમાં લખ્યું છે કે મંદિરના ઉદ્ઘાટનમાં જે વ્યક્તિ ભગવાન રામ કરતાં વધુ લાઇમલાઇટ ખેંચી રહ્યાં છે તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે, જે બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક ભારતના વડા પ્રધાન છે. અખબારે આરોપ લગાવ્યો છે કે ભારત ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતથી ઘણું દૂર ગયું છે અને અયોધ્યામાં ભારતની ધર્મનિરપેક્ષતા ધૂળમાં ડૂબી ગઈ છે.

કતારના ટીવી નેટવર્ક અલ જજીરાએ શું કહ્યું?
કતાર સ્થિત ટીવી નેટવર્ક અલ જઝીરાએ એક ઓપિનિયન આર્ટિકલમાં લખ્યું છે કે " ભારતની ધર્મનિરપેક્ષતા ભગવા રાજકારણના પહાડ નીચે દબાઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ