બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / pm narendra modi interview on ram mandir electoralbond loksabha election bjp

PM Modi Interview / વન નેશન વન ઈલેક્શનથી લઈને 2047નો રોડ મેપ પર વડાપ્રધાન મોદીએ કરી 'મન કી બાત'

Dinesh

Last Updated: 06:31 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Interview: વન નેશન વન ઇલેક્શન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી અમારી પ્રતિબદ્ધતા છે. ઘણા લોકોએ સમિતિને તેમના સૂચનો આપ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં 2047ની સુધીની નવા ભારતની રૂપરેખા જણાવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારું ટાર્ગેટ 2024 નહીં પરંતુ 2047 છે. સ્પીડ અને સ્કીલ વધારવી પડશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારનું મોડલ જુઓ અને ભાજપ સરકારનું મોડલ જુઓ. કોંગ્રેસનું 5-6 દાયકાનું કામ અને ભાજપનું માત્ર 10 વર્ષનું કામ જુઓ જેમાં પણ કોઈપણ ક્ષેત્રમાં સરખામણી કરો. જેમાં પણ આપણે બે વર્ષ સુધી કોવિડ સામે લડ્યા છતાં કામની સ્પીડ કહો અને સ્કેલ કહો. 

સનાતન મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર
ડીએમકેની તાજેતરની સનાતન વિરોધી ટિપ્પણી અને તેમના પર લોકોના ગુસ્સા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસને પૂછવું જોઈએ કે સનાતન વિરુદ્ધ આટલું ઝેર ફૂંકનારા લોકો સાથે બેસવાની તેમની શું મજબૂરી છે? પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીએ સનાતન મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતામાં કેવા પ્રકારની વિકૃતિ છે.

'એક ચૂંટણી અમારી પ્રતિબદ્ધતા'
વન નેશન વન ઇલેક્શન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી અમારી પ્રતિબદ્ધતા છે. ઘણા લોકોએ સમિતિને તેમના સૂચનો આપ્યા છે. ખૂબ જ સકારાત્મક અને નવાજ સૂચનો આવ્યા છે. 

વાંચવા જેવું: ગુજરાત સહિત દેશમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું રહેશે? હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું પુર્વાનુમાન

'પહેલાથી જ 2047ના વિઝન પર કામ કરૂ છું'
પીએમ મોદીએ કહ્યું હતું કે, હું બે વર્ષ પહેલાથી જ 2047ના વિઝન પર કામ કરી રહ્યો છુ. મેં દેશભરના લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા કે તેઓ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે જોવા માંગે છે. 15 થી 20 લાખ લોકોએ ઈનપુટ આપ્યા છે . AIની મદદથી તેના પર કામ કર્યું તેમજ દરેક વિભાગમાં અધિકારીઓની ટીમ બનાવી અને મેં તેમની સાથે પ્રેઝન્ટેશન જોયા છે. તેમણે ઉમેર્યું કે, મેં કલમ 370, ટ્રિપલ તલાક સહિત ઘણા કામ કર્યા છે, હું પહેલેથી જ પ્લાનિંગ કરી રહ્યો છું કે સરકારમાં આવ્યા બાદ આગામી 100 દિવસમાં હું શું કામ કરીશ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ