બ્રેકિંગ ન્યુઝ
Gayatri
Last Updated: 11:38 AM, 11 September 2019
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મથુરામાં પશુ આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કર્યુ. સૌથી પહેલા પ્રધાનમંત્રી મોદીએ ગૌ પૂજન કર્યુ હતુ. મથુરામાં 1059 કરોડના પ્રોજેક્ટ પ્રારંભ કરાવશે. વડાપ્રધાને દેશને 40 મોબાઇલ પશુ એમ્બ્યુલન્સની ભેટ આપી. પશુઓ માટે રસીકરણ કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી. તેમણે પ્લાસ્ટીક પર શંખનાદ કર્યો હતો.
ADVERTISEMENT
મથુરામાં ઘણી બધી મહિલાઓ પ્લાસ્ટીક કચરો વીણવાનું કામ કરે છે. પ્રધાનમંત્રી મોદી મથુરાની મુલાકાતે છે. પીએમ મોદી દેશની જનતાને સંબોધિનમાં પ્લાસ્ટિક વપરાશને રોકવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન મથુરામાં વિકાસના કાર્યોનુ લોકાર્પણ-શિલાન્યાસ કરશે અને મથુરાની વેટરનેરી યુનિવર્સીટીથી દેશને સંબોધન કર્યુ હતુ. PM મોદી સવારે 10.50 વાગ્યે મથુરા વેટરનેરી યુનિવર્સીટી પહોચ્યા હતા.
ADVERTISEMENT
Mathura: Prime Minister Narendra Modi meets women who pick plastic from garbage and extends a helping hand to them. PM will launch a campaign against single-use plastic products, today. pic.twitter.com/FZrFuJSuco
— ANI UP (@ANINewsUP) September 11, 2019
ભારતીય જનતા પાર્ટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે ઉજવણી કરવાની ઘોષણા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે આવી રહ્યો છે. બીજેપી આ કેમ્પેન 14થી 20 સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં ચલાવવાનું છે. આ અઠવાડિયાને સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે.
'સેવા સપ્તાહ' દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વસ્છતા અભિયાન અને સામાજીક સેવાઓના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમના દ્વારા રક્તદાન કેમ્પ, હેલ્થ કેમ્પ અને આંખોની તપાસ માટે કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. આ સિવાય તેઓ હોસ્પિટલ્સ અને અનાથ આશ્રમોની મુલાકાત કરી દર્દીઓ અને જરુરિયાતમંદોને મદદ પણ કરશે.
આ પહેલની સફળ કરવા માટે બીજેપીએ કેન્દ્રીય સમતિની રચના કરી છે અને પાર્ટી નેતા અવિનાશ રાય ખન્નાને તેના સંયોજન નિમ્યા છે. આ સિવાય કેબિનેટ મંત્રી અર્જુન રામ મેઘવાલ અને નેશનલ સેક્રેટરી સુધા યાદવ અને સુનીલ દેવધરને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
'સેવા સપ્તાહ' દરમિયાન બીજેપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને સફળતાઓ પર એક પુસ્તક તમામ રાજ્યના બીજેપી એકમોને મોકલશે, જ્યાં અલગ-અલગ કાર્યક્રમો હેઠળ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વ્યક્તિગત રીતે આ પુસ્તકને લોકોમાં વહેંચશે. સમગ્ર દેશમાં પીએમ મોદીના જીવન અને સફળતાઓથી જોડાયેલા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે.
એકવાર વપરાયેલા પ્લાસ્ટિકના ઉપયોગ કરવાના વિરોધમાં પીએમ મોદીની અપીલને ધ્યાનમાં રાખીને પાર્ટીના બધા જ નેતા જુદી-જુદી યુનિવર્સિટીમાં પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ કેમ્પેન ચલાવશે.
ફોટો સૌજન્યઃ ANI Twitter
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.