બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Olympics 2024 / પેરિસ ઓલિમ્પિકના પદકવીરો સાથે મુલાકાત કરશે PM મોદી, આ તારીખ થઈ ફાઈનલ
Last Updated: 11:06 PM, 12 August 2024
PM Modi to Meet Olympics Contingent: પેરિસ ઓલિમ્પિક 2024 બાદ હવે ભારતીય મેડલ વિજેતાઓને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ તમામ મેડલ વિજેતાઓને મળવાના છે. આ માટે એક ખાસ દિવસ પણ નક્કી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા છે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને મળશે. આ મુલાકાત સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના યોજાશે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ બાદ પીએમ મોદી બપોરે 1 વાગે તમામ ખેલાડીઓને મળી શકે છે.

ADVERTISEMENT
ભારતીય દળ મંગળવારે સ્વદેશ પરત ફરશે
પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાયો હતો. આ માટે 117 સભ્યોની ભારતીય ટીમ પેરિસ ગઈ હતી જેમાંથી મોટાભાગના ખેલાડીઓ પરત ફર્યા છે. પરંતુ ભારત તરફથી બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા હોકી ખેલાડીઓ પીઆર શ્રીજેશ અને મનુ ભાકરને સમાપન સમારોહમાં 'પરેડ ઓફ નેશન્સ' માટે ભારતીય ધ્વજ વાહક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જ્યારે પુરુષ હોકી ટીમ પણ પેરિસમાં હતી. આવી સ્થિતિમાં આ તમામ ખેલાડીઓ અને ભારતીય ટીમ મંગળવારે સવારે સ્વદેશ પરત ફરશે. જોકે પેરિસમાં એકમાત્ર સિલ્વર જીતનાર સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા તેની સાથે નહીં આવે.

ADVERTISEMENT
નીરજ એક મહિના પછી ઘરે પરત ફરશે
નીરજ ચોપરા લગભગ એક મહિના પછી પોતાના ઘરે પરત ફરશે. નીરજ ચોપરા પેરિસથી સીધા જ જર્મની જવા રવાના થઈ ગયા છે. તબીબી સલાહ બાદ તે જર્મની ગયો છે. તમને જણાવી દઈએ કે નીરજ હર્નિયાથી પીડિત છે. આવી સ્થિતિમાં મેડિકલ ચેકઅપ માટે તેમને જર્મની જવા માટે કહેવામાં આવ્યું છે. જરૂર પડશે તો તેની સર્જરી પણ ત્યાં થશે. આ પછી નીરજ લગભગ એક મહિના સુધી જર્મનીમાં રહ્યા બાદ સ્વદેશ પરત ફરશે.
ADVERTISEMENT
આ 6 ખેલાડીઓએ પેરિસમાં મેડલ જીત્યા
નીરજ ચોપરા
ADVERTISEMENT
મનુ ભાકર
મનુ ભાકર/સરબજોત સિંહ
સ્વપ્નીલ કુસાલે
અમન સેહરાવત
હોકી

આ પણ વાંચોઃ VIDEO : સંબંધ પાક્કો કે? મનુ ભાકરની મમ્મી સુમેધા નીરજ ચોપરાને મળતાં ઉપડી ચર્ચા, જોડી જામે ખરી?
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મેડલ
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં પહેલો બોન્ઝ મેડલ 10 મીટર એર પિસ્તોલમાં જીત્યો. ત્યારબાદ મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી સ્વપ્નિલ કુસાલે મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. આ પછી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. જ્યારે કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને છઠ્ઠો મેડલ અપાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.