બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / VIDEO : સંબંધ પાક્કો કે? મનુ ભાકરની મમ્મી નીરજ ચોપરાને મળતાં ઉપડી ચર્ચા, જોડી જામે ખરી?

મેડલવિરોની મુલાકાત / VIDEO : સંબંધ પાક્કો કે? મનુ ભાકરની મમ્મી સુમેધા નીરજ ચોપરાને મળતાં ઉપડી ચર્ચા, જોડી જામે ખરી?

Last Updated: 08:47 PM, 12 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેરિસ ઓલિમ્પિકના મેડલિસ્ટ મનુ ભાકર અને નીરજ ચોપરાની મુલાકાતને લોકોએ 'સંબંધ પાક્કા'ના અર્થમાં લીધી છે.

પેરિસ ઓલિમ્પિકના બે ભારતીય મેડલિસ્ટ મનુ ભાકર અને તેની મમ્મી સુમેધા ભાકર બન્ને નીરજ ચોપરાને મળતાં અને તેની સાથે ગપશપ કરતા જોવા મળ્યાં હતા. હવે લોકોને તો આવું કંઈક બહાનું જ જોઈએ અને તેમણે સોશિયલ મીડિયા પર બન્નેના સંબંધની ચર્ચા ઉપાડી મૂકી.

મનુની માતાએ નીરજનો હાથ પકડીને હાથે મૂક્યો

વીડિયોમાં મનુ ભાકરની માતા સુમેધા ભાકર અને નીરજ ચોપરા એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. મનુ ભાકરની માતા સુમેધા ભાકરે નીરજ ચોપરાનો હાથ તેમના માથા પર મૂકીને કંઈક કહેતા જોવા મળ્યાં હતા.

મનુ ભાકર અને નીરજ ચોપરા પણ મળ્યાં

અન્ય એક વીડિયોમાં મનુ ભાકર અને નીરજ ચોપરા અલગ-અલગ ઉભા રહીને વાત કરી રહ્યાં છે, બન્ને એકદમ હળવા અંદાજમાં દેખાઈ રહ્યાં છે. હવે આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વધુ વાંચો : VIDEO : આ રહ્યું નીરજ ચોપરાનું ઠેકાણું, શાહી મહેલ જેવા ઘરનો વીડિયો વાયરલ, કાર-બાઈકનું કલેક્શન

લોકોએ કહ્યું- મમ્મીજી દામાદજીના મિશન પર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયાં બાદ લોકોએ વિવિધ અટકળો લગાવવાનું શરૂ કર્યું. કેટલાકે મજાકમાં કહ્યું કે સુમેધા ભાકર નીરજ ચોપરાને તેની પુત્રી માટે સૌથી યોગ્ય જીવનસાથી માની રહી છે અને સારો છોકરો શોધી રહ્યાં છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે મનુ ભાકર અને નીરજ ચોપડા વચ્ચેની વાતચીતને જોઈને એવું લાગે છે કે બંને એકબીજાને પસંદ કરે છે અને યુઝરે લખ્યું કે નીરજ ચોપરા સ્વભાવે થોડા શરમાળ છે, તેથી જ તેની બોડી લેંગ્વેજ જોઈને લોકો આવી વાતો કરી રહ્યા છે. બીજાએ લખ્યું કે આપણા દેશમાં લોકોને બીજું કોઈ કામ નથી, કોણ જાણે આ રીતે વાત કરીને શું ફાયદો થાય છે. કોઈએ કહ્યું કે મમ્મીજી દામાદજીના મિશન પર છે અને તેમને નીરજમાં પોતાની પુત્રી માટે આદર્શ જમાઈ દેખાઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Neeraj Chopra Manu bhakar sumedha bhakar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ