બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : આ રહ્યું નીરજ ચોપરાનું ઠેકાણું, શાહી મહેલ જેવા ઘરનો વીડિયો વાયરલ, કાર-બાઈકનું કલેક્શન
Last Updated: 08:04 PM, 12 August 2024
ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક જીતીને સિલ્વર મેડલ જીત્યો છે. નીરજને ભાલો ફેંકતો તો ઘણી વાર જોયો હશે પરંતુ આજે તમને નીરજના વૈભવી ઘરની મુલાકાત કરાવીએ. નીરજનું ઘર હરિયાણાના પાણીપતમાં આવેલું છે.
ADVERTISEMENT
Neeraj Chopra's house, Car And bike Collection pic.twitter.com/rxbOiJs3Un
— Vikash Gaur 🇮🇳 (@thevikashgaur) August 12, 2024
નીરજ પાસે કેવું ઘર, કેટલા વાહનો?
ADVERTISEMENT
નીરજ ચોપરા એક આલીશાન ઘરનો માલિક છે. તેની પાસે કરોડો રૂપિયાના વાહનો છે, જેમાં લક્ઝરી કાર અને બાઇકનો સમાવેશ થાય છે. નીરજ ચોપરાનું ત્રણ માળનું ઘર ઘણું મોટું છે. તેના પ્રવેશ દ્વાર પર લખેલું છે, વસુધૈવ કુટુમ્બકમ, જેનો અર્થ થાય છે કે આ વિશ્વ એક પરિવાર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેની પાસે કુલ પાંચ મોટા વાહનો છે, જેમાં રેન્જ રોવર સ્પોર્ટ, ફોર્ડ મસ્ટાંગ જીટી, ટોયોટા ફોર્ચ્યુનર, મહિન્દ્રા XUV700 અને મહિન્દ્રા થારનો સમાવેશ થાય છે. સાથે જ તેની પાસે અડધો ડઝન જેટલી બાઇક પણ છે. આ સિવાય તેની પાસે એક મોટું ટ્રેક્ટર પણ છે, જેના વડે તે કદાચ પોતાના ખેતરોમાં ખેડાણ કરે છે. ત્રણ માળના આલીશાન મકાન પર તમને ત્રિરંગાનો ધ્વજ લહેરાતો જોવા મળશે. ઘરમાં એક મોટું મંદિર પણ છે.
નીરજની નેટવર્થ 37 કરોડ
ADVERTISEMENT
નીરજ ચોપરાની હાલની નેટવર્ક 37 કરોડથી વધુ છે. ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાને તે સમયે ઈનામ તરીકે કરોડો રૂપિયા મળ્યા હતા. હરિયાણા સરકારે તેને 6 કરોડ રૂપિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું હતું. બીજી ઘણી કંપનીઓ અને લોકોએ તેને ઈનામ તરીકે મોટી રકમ આપી હતી અને હવે તે લગભગ 20 કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો છે, જ્યાંથી તે મોટી કમાણી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.